બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે વર્ષ 2018માં ડિસેમ્બર મહિનામાં લગ્ન કરી લીધા હતા. એ પછીથી જ બંને જણાં કપલ ગોલ્સ આપતા જોવા મળે છે. બંને મોટેભાગે બધે જ એક સાથે જોવા મળે છે. જોનસ બ્રધર્સના વીડિયોમાં હોય કે એકબીજાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બધે જ બંને જણા સાથે જોવા મળે છે.

નિક જોનસ અને પ્રિયંકા ચોપરા બંને પોતપોતાના કામમાં ખૂબ જ સફળ છે અને એના કારણે જ તેમની દિવસને દિવસે પ્રગતિ થતી જાય છે અને સાથે જ સંપત્તિ પણ વધતી જાય છે. તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, બંનેની કુલ સંપત્તિ 734 કરોડ રૂપિયા છે. ત્યારે આજે આપણે જાણીશું તેમની સંપત્તિ વિશે કે કેવી રીતે કમાય છે અને ક્યાં ખર્ચ કરે છે –

પ્રિયંકા ચોપરા ફોર્બ્સ ઈન્ડિયા 2019 સેલિબ્રિટી 100 યાદીમાં 14મા સ્થાને હતી અને તેની વાર્ષિક કમાણી 23.4 કરોડ હતી. આ સિવાય તે પોતાની માતા મધુ ચોપરા સાથે પર્પલ પેબલ પ્રોડક્શન પણ ચલાવે છે. આ સિવાય તે દરેક ફિલ્મ માટે 12 કરોડ લે છે.

2015માં, 37 વર્ષની, પ્રિયંકા, અમેરિકન ટેલિવિઝન સિરીઝ ક્વાંટિકોના દરેક એપિસોડ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આટલું જ નહીં, પ્રિયંકા કોઈપણ સ્ટેજ પરફોર્મન્સ માટે 4 થી 5 કરોડ લે છે. તે ઘણી મોટી અને પ્રખ્યાત બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આ સિવાય પ્રિયંકા ઇન્સ્ટાગ્રામથી ઘણી કમાણી કરે છે. તે જે સ્પોન્સર્ડ પસ્ત અપલોડ કરે છે એ માટે તે 1.92 કરોડ લે છે. Hopper HQ પ્રમાણે ગયા વર્ષે તે $2,71,000 ની કુલ કમાણી સાથે રીચ લિસ્ટમાં 19મા ક્રમે હતી.

CelebrityNetWorth.com અનુસાર, પ્રિયંકાની નેટવર્થ લગભગ $50 મિલિયન છે, જે લગભગ 367 કરોડ રૂપિયા થાય છે. પ્રિયંકા પોતાની કમાણીનો દસ ટકા ભાગ ‘ધ પ્રિયંકા ચોપરા ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન’માં ડોનેટ કરે છે.

12 વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નિક જોનસની કારકિર્દી ખૂબ જ સફળ રહી છે. જોનસ બ્રધર્સ બેન્ડ છૂટું પડ્યું અને પછી કમબેક કર્યું એ પછી તેની નેટવર્થ ડબલ થઇ ગઈ. આ પછી જોનસ બ્રધર્સએ હેપીનેસ બિગિન્સ ટૂર કર્યું જેમાં તેમને $100 મિલિયનથી વધુ કમાણી કરી.

આ સિવાય નિક મ્યુઝિક રિયાલિટી શો ધ વોઇસમાં જજ તરીકે જોવા મળે છે, જેનાથી તેમની નેટવર્થ વધી જશે. હાલમાં તેમની નેટવર્થ $50 મિલિયન છે. હાલમાં જ પ્રિયંકાએ નિક સાથે મળીને કેલિફોર્નિયામાં $20 મિલિયનનું ઘર ખરીદ્યુ હતું. બંને પાસે લક્ઝરી ગાડીઓ પણ ઘણી બધી છે. બંનેએ ઉદયપુરના ઉમ્મેદભવનમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેનો 4 દિવસનો ખર્ચ $584,000 હતો. કુલ મેળવીને પ્રિયંકા અને નીકળી નેટવર્થ કુલ 734 કરોડ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.