જીવનશૈલી મનોરંજન

પ્રિયંકા ચોપરા અને નિક બનાવશે પોતાના ‘સપનાનું ઘર’…ભાવ છે 20 મિલિયન ડૉલર એટલે 144 કરોડનું ઘર

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તેના પતિ અને હોલીવુડ સિંગર નિક જોનસની જોડી બોલીવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ ફેમસ છે. આવતા મહિને મહિને બન્નેના લગ્નને એક વર્ષ પૂર્ણ થશે.

પ્રિયંકા ચોપરાએ બોલીવુડમાં ધૂમ મચાવ્યા બાદ હવે તે હોલીવુડમાં જો ડેબ્યુ કરશે તો તેમાં પણ તેમાં પણ તેનો ઝલવો જોવા મળશે. કોન્ટીકો વેબ સિરીઝથી પ્રિયંકાએ હોલીવુડમાં તેની જગ્યા બનાવી લીધી છે.

થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરા ભારત આવી હતી. પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘વ્હાઇટ ટાઇગર’નું શૂટિંગ કર્યું હતું. આ વચ્ચે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ખબર સામે આવી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 2000 સ્કેવરફૂટની એક પ્રોપર્ટી લોસ એન્જલ્સ નજીકના શહેર એનચીનોમાં ખરીદી છે. આ પ્રોપટીની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે 144 કરોડ રૂપિયા છે.

 

View this post on Instagram

 

Nick and Priyanka just bought a $20 million property in the Los Angeles. 😍

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

જોનાસ બ્રધર્સ લોસ એજન્લસના બાજુના શહેર એચીનોમાં પૈસાનું રોકાણ કર્યું છે. જોનસ બ્રધર્સ ત્યાં રેકોર્ડબ્રેક 34.1 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

આ વચ્ચે જોનાસ અને તેની પત્ની સોફી ટર્નરે 15 હજાર સ્કેવર ફૂટનું ઘર પ્રિયંકા ચોપરાના ઘરથી 3 માઈલ દૂર 14.1 મિલિયન ડોલરે એટલે કે, 100 કરોડમાં ખરીદ્યું છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિયંકા અને નિકના આ ઘરમાં 7 બેડરૂમ, 11 બાથરૂમ અને તેમજ બહાર પૂરતી જગ્યા છે. તો સોંફીનું ઘર ભલે નાનું હોય પરંતુ તેમાં 10 બેડરૂમ અને 14 બાથરૂમ છે.

ઓગસ્ટમાં નિકે જણાવ્યું હતું કે, તેને તેનું બેચલર ઘર વેચી દીધું છે. પ્રિયંકા અને નિક ઘણા સમયથી આ શહેરમાં ઘર લેવાનું વિચારી રહ્યા હતા.

પ્રિયંકાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને નવું ઘર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બાબતે તેને કહ્યું હતું કે. ઘર ખરીદવું અને માતા બનવું મારા મેરી ટુ ડુ લિસ્ટમાં છે.

પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે, મારી માટે ઘર ત્યાં જ છે જ્યાં હું ખુશ છું, અને મારી આજુબાજુ વાળા પણ ખુશ છે.

જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિક ગત વર્ષ જ જોધપુરના ઉમેદ પેલેસમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. એક રિપોર્ટ અનુસાર, નીકળી કુલ કમાણી 25 મિલિયન ડોલર અને પ્રિયંકાની કુલ કમાણી 28 મિલિયન ડોલર છે.