ખબર ફિલ્મી દુનિયા

પ્રિયંકા ચોપરા- નિક જોનાસ લંડનમાં કંઈક આ રીતે સેલિબ્રેટ કરી ક્રિસમસ, ફેન્સ બોલ્યા, જલસા છે આ લોકોને…

બ્રિટનમાં ભયંકર વાઇરસને લીધે લોકો ટપોટપ મરી રહ્યા છે અને બીજી બાજુ પ્રિયંકાએ ક્રિસ્મસ મસ્ત રીતે સેલિબ્રેટ કરી..જુઓ તસવીરો

બૉલીવુડ અને હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પ્રિયંકા અને નિક જોનાસ તેની તસ્વીર અને વિડીયો વારંવાર સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. હાલમાં જ તેને લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી હતી. હાલમાં પ્રિયંકા અને નિકે ક્રિસમસની ઉજવણી કરી હતી.

પ્રિયંકા અને નિક જોનાસએ હાલમાં જ ક્રિસમસ સેલિબ્રેટ કરતા નજરે આવ્યા હતા. ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસને લઈને કરેલા લોકડાઉનને કારણે લંડનમાં પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ તેના કુતરા ડાયનાને ટહેલાવતા નજરે ચડે છે. કૂતરાને ફરવાની સાથે-સાથે પ્રિયંકા ચોપરા અને નિકએ જેકેટ પહેર્યું હતું. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ એક તસ્વીર શેર કરી છે જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

પ્રિયંકાએ પરિવારની ક્રિસમસના આ ખાસ દિવસે એક તસ્વીર શેર કરી કેપ્સનમાં લખ્યું હતું કે, ક્રિસમસની ભાવના. તસ્વીરમાં તે લંડનના એક રસ્તા પર જોવા મળે છે. આ તસ્વીરમાં પ્રિયંકા ચોપરાએ લોન્ગ સફેદ જેકેટ પહેર્યું છે જ પગ સુધી છે. આ સાથે જ ક્રિસમસ થીમને પૂરો કરવા માટે એક ચશ્મા પણ પહેર્યા છે. આ સાથે જ પતિ નીકએ એક મેચિંગ બ્લેક જેકેટ પહેર્યું છે. ડાયના એટલે કે કુતરાએ એક ગુલાબી કલરનું જેકેટ પહેર્યું હતું. આ તસ્વીરને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, જયારે લંડનમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી ત્યારે પ્રિયંકા તેની રોમેન્ટિક ફિલ્મ ‘ટેક્સ્ટ ફોર યુ’નું શૂટિંગ કરી રહી હતી. આ મહિનાની શરૂઆતમાં નિકને ફિલ્મમાં કેમિયો માટે શૂટિંગ કર્યું હતું. પ્રિયંકા અને સૈમ હ્યુગન લીડરોલમાં નજરે આવશે. આ સાથે જ સેલિન ડાયોન, રસેલ ટોવી અને ઓમિડ જલીલી પણ આ ફિલ્મમાં એક્ટિંગ કરે છે.