મનોરંજન

10વર્ષ નાના પતિ સાથે આ આલિશાન ઘરમાં રહે છે પ્રિયંકા, અંદરથી આવુ લાગે છે 7 બેડરુમવાળુ ઘર

પ્રિયંકા-નિક જોનાસે ખરીદ્યુ હતું 20 મિલિયન ડોલરનું ઘર, જુઓ ફોટોઝ

બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના એનસિનો(કેલિફોર્નિયા) ખાતે એક આલિશાન મકાન ખરીદ્યું છે. કપલના ફેન્સ માટે ઘરની ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પ્રિયંકાનું આ ઘર ફક્ત બહાર અને અંદરથી બહુ જ સુંદર છે. લગભગ 3 એકરની જગ્યામાં ભીડ ભાડથી દૂર આ મકાન બનાવ્યું છે. આ ઘરની આસપાસ પ્રાકૃતિક સુંદરતા નજારો જોવા મળે છે.

વર્ષ 2019માં ખબર આવી હતી કે પ્રિયંકા ચોપરા જોનાલ અને નિક જોનાસે અમેરિકાના લોસ એન્જિલિસ રાજ્યના એનકિનો, કેલિફોર્નિયાના શાનદાર ક્ષેત્રમાં એક હવેલી ખરીદવા માટે 20 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા.

એક વિદેશી મેગેઝિન અનુસાર, આ આલિશાન ઘરમાં સાત બેડરુમ અને 11 બાથરુમ છે, જે ફક્ત જોનાસ પરિવાર જ નહીં પરંતુ પ્રિયંકા ચોપરાના પરિવારને પણ સાથે રહેવા માટે પર્યાપ્ત છે. તો આવો આપણે તેના પ્રિયંકા અને નિકના આલિશાન ઘરની તસ્વીર જોઇએ.

પ્રિયંકાનું ઘર પ્રકૃતિનું ઘર ખૂબસુંદર નજારો જોવા મળે છે. તેમાં લિવિંગ રુમ અને લાંબુ ડાયનિંગ ટેબલ પણ છે. જેમાં પ્રિયંકા અને નિક જોનાસના પરિવારના સભ્યો આરામથી બેસીને ભોજન કરી શકે છે.

પ્રિયંકા ચોપરા જોનાલના આ ઘરમાં 7 બેડરુમ ઉપરાંત 11 બાથરુમ છે તેની આસપાસ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે.

પ્રિયંકાના ઘરમાં એક શાનદાર જીમ, મૂવી થિયેટર, વેટ, બાર, ગેમ, રુમ, ઇનડોર બાસ્કેટ બોલ કોર્ટ, એક બોલિંગ અલી, ઇન્ફિનિટી પૂલ, એક લોન અને અલગથી બેસવાની વ્યવસ્થા પણ છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું ઘર કેલિફોર્નિયામાં છે, એક વેબ પોર્ટલની રિપોર્ટ અનુસાર, આ મકાનની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે 142 કરોડ રુપિયા છે.

જો તમે લોન્ગ ડ્રાઇવ પર જાઓ છો તો સુતા સુતા પોતાની કારને સીધા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જઇને પાર્ક પર કરી શકે છે. પ્રિયંકાના ઘરમાં ગાડીઓ માટે અંડરગ્રાઉન્ડ ગેરેજની સુવિધા છે.

હવેલીની વચ્ચે એક આરામથી બેસવાની જગ્યા સાથે એક ઇન્ફિનિટી પુલ છે. આ ઘરના દરેક રુમ એટલા મોટા છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઘર પ્રાકૃતિક રોશનીથી જ ચમકતુ રહે છે.

બોલિવુડમાં પ્રિયંકા ચોપરાની છેલ્લી ફિલ્મ `ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ફરહાન અખ્તાર અને જાયરા વસીમ મુખ્ય ભુમિકામાં હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા 1 અને 2 ડિસેમ્બર, 2018ના નિક જોનાસ સાથે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા.