મનોરંજન

પ્રિયંકા ચોપરાએ મંગળસૂત્રમાં કરાવ્યુ ફોટોશૂટ, કિંમત જાણીને લોકોના ઉડી ગયા હોંશ

એવા ડ્રેસ પર પ્રિયંકા ચોપરાએ પહેર્યુ ડિઝાઇનર મંગળસૂત્ર, હુસ્નની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી દીવાના

ઘણીવાર બોલિવુડ સેલેબ્સ મોંઘા સામાન, ગાડીઓ અને ઘરને લઇને ચર્ચામાં રહે છે. ખાસ કરીને તો બોલિવુડ સેલેબ્સના આઉટફિટ,જ્વેલરી અને એક્સેસરીઝ જોતજોતામાં જ પોપ્યુલર થઇ જાય છે. પ્રિયંકા ચોપરા પોપ્યુલર ઇન્ટરનેશનલ આઇકોન છે. એવામાં તે જે પણ પહેરે છે તે સ્ટાઇલ બની જાય છે. હાલમાં જ પ્રિયંકાએ એક જ્વેલરી બ્રાંડને પ્રમોટ કરતા તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોમાં પ્રિયંકાએ એક જ્વેલરી બ્રાંડનું ખાસ મંગળસૂત્ર પહેર્યુ છે. ઇટૈલિયન જ્વેલરી બ્રાંડ બુલ્ગરીએ પ્રિયંકાને બ્રાંડ એમ્બેસેડર બનાવી છે. આ બ્રાંડનું પ્રમોશન કરતા પ્રિયંકાએ એક ફોટોશૂટ કરાવ્યુ છે. પ્રિયંકાએ ગળામાં જે મંગળસૂત્ર પહેર્યુ છે, તે તો આકર્ષક લાગી રહ્યુ છે પરંતુ જયારે તમે તેની કિંમત જાણશો તો તમારા હોંશ ઉડી જશે.

કેટલાક અવસર પર અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં પ્રિયંકાને ઘણીવાર સાડીમાં સ્પોટ કરવામાં આવી છે અને તેનો આ અંદાજ ચાહકોને પસંદ આવે છે. હાલમાં જ પ્રિયંકાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેના બોલ્ડ અંદાજને લઇને ચર્ચામાં છે. પરંતુ આ વખતે સૌથી વધારે ચર્ચામાં તેણે પહેરેલ મંગળસૂત્ર આવ્યુ છે. રીવિલિંગ ટોપ પર પ્રિયંકાએ ખૂબ જ ખૂબસુરત મંગળસૂત્ર પહેર્યુ છે.

18 કેરેટ ગોલ્ડમાં બનેલ આ મંગળસૂત્રની વચ્ચે એક હીરો લાગેલો છે. સાથે તેની ચેન પૂરી રીતે ગોલ્ડની છે. આ મંગળસૂત્રની કિંમત હાલ ચર્ચાનો વિષય બની છે. તેની કિંમત 3.49 લાખ રૂપિયા એટલે કે લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પ્રિયંકાના આ મંગળસૂત્રવાળા ફોટોશૂટ પર લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.

પ્રિયંકાના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની અપકમિંગ બોલિવુડ ફિલ્મની ઘોષણા થોડા સમય પહેલા જ થઇ છે. હવે તે ફરહાન અખ્તરના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ “જી લે ઝરા”માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે હોલિવુડ ફિલ્મ “ટેક્સટ ફોર યુ” અને “મેટ્રિક્સ 4″માં જોવા મળશે. આ ઉપરાંત કે સીરીઝ “સિટાડેલ”માં પણ જોવા મળશે.