મનોરંજન

માંગમાં સિંદૂર અને લાલ સાડીમાં પ્રિયંકાએ પતિ સાથે આપ્યા રોમેંટિક પોઝ, વિદેશમાં રહીને આવી રીતે ઉજવી કરવાચોથ

આ વર્ષે પણ બોલિવુડ કલાકારોમાં કરવાચોથના પાવન તહેવારનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે કોરોના મહામારીને લીધે કલાકારોએ આ તહેવારની ઉજવણી ધામધૂમથી કરવાને બદલે સાદાઈથી કરી હતી. બૉલીવુડની ઘણી ભિનેત્રીઓએ પતિ સાથે આ ઉત્સવની ઉજવણીની તસ્વીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં અભિનેત્રીઓ દુલ્હનની જેમ તૈયાર થઇ હતી અને ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

આ વચ્ચે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ વિદેશમાં પોતાના પતિ નિક જૉનસ સાથે કરવાચોથની ઉજવણી કરી હતી. વિદેશમાં રહીને પણ પ્રિયંકા પોતાના દેશની સંસ્કૃતિ ભૂલી નથી અને પતિની લાંબી ઉંમર માટે આખા દિવસનો ઉપવાસ રાખ્યો હતો.

Image Source

પ્રિયંકાએ કરવાચોથની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સામે આવેલી તસ્વીરોમાં પ્રિયંકાએ સુંદર લાલ સાડી પહેરી રાખી છે અને માંગમાં સિંદૂર પણ લગાવી રાખ્યું છે, અને હાથમાં પહેરેલો ચૂડલો તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. હાથમાં પૂજાની થાળી પકડેલી પ્રિયંકા ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

Image Source

બીજી તસ્વીરમાં પ્રિયંકા નિક સાથે જોવા મળી રહી છે. બંન્ને આ રૉમેન્ટિક પોઝમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે. દર્શકો પણ પ્રિયંકા-નિકના આ અવતારને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Image Source

પ્રિયંકાની આ તસ્વીરો પર દર્શકોની સાથે સાથે બોલીવુડના અન્ય કલાકારો પણ કમેન્ટ્સ કરી રહ્યા છે, તસ્વીરોને અત્યાર સુધીમાં 4 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુકી છે.

Image Source

આગળના વર્ષે પણ પ્રિયંકા-નિકએ કરવાચોથની ઉજવણી કરી હતી જેમાં પ્રિયંકાએ લાલ સાડી પહેરી હતી જયારે નિકએ ક્રીમ કલરનો કુર્તો પહેરી રાખ્યો હતો. ત્યારે પણ બંન્નેએ રોમેન્ટિક પોઝ આપ્યા હતા અને તસ્વીરો શેર કરી હતી.

Image Source

કારકિર્દીની વાત કરીએ તો લોકડાઉનના સમયથી પ્રિયંકા લૉસ એન્જેલસમાં જ પતિ સાથે રહી છે. તાજેતરમાં જ તેણે એમેઝોનની સાથે બે વર્ષની ‘મલ્ટીમિલિયન-ડૉલર ફર્સ્ટ-લુક  ટેલિવિઝન’ ડિલ સાઈન કરી છે. જેની જાણકારી પ્રિયંકાએ જ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

Image Source

છેલ્લી વાર ‘દ સ્કાઈ ઇઝ પિન્ક’ ફિલ્મમાં જોવા મળેલી પ્રિયંકા રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘દ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે.