અમેરિકી ટીવીની જાણિતી હોસ્ટ ઓપ્રા વિન્ફ્રેના શોમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોવા મળવાની છે. પ્રિયંકા આ ઇન્ટરવ્યુમાં તેના લગ્ન જીવનથી લઇને તેની પ્રોફેશનલ લાઇફ સુધી વાત કરતી જોવા મળશે.

આ શોનો એક પ્રોમો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પ્રિયંકા ચોપરા ઓપ્રા વિન્ફ્રે શોમાં પોતાના પુસ્તક ‘અનફિનિશ્ડ’ને પ્રમોટ કરવા પહોંચી હતી. પ્રોમો વીડિયોમાં ઓપ્રા વિન્ફ્રે પ્રિયંકાની સાથે ભારતની ‘આધ્યાત્મિક ઉર્જા’ પર વાત કરે છે.

પ્રિયંકા કહે છે કે, હા જો તમે ભારતમાં છો તો તમે આધ્યાત્માથી દૂર રહી શકો નહીં. ત્યાં ઘણા ધર્મ છે. હું એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણી. મને ત્યાં ખ્રિસ્તી ધર્મ અંગે માહિતી મળી. મારા પિતા મસ્જિદોમાં ગાતા હતા એટલે મને ઇસ્લામની માહિતી ત્યાંથી મળી અને મારો ઉછેર એક હિન્દુ પરિવારમાં થયો.

પ્રિયંકા ચોપડાએ આગળ વધુમાં જણાવ્યુ કે, તેમના દિવંગત પિતા ડો. અશોક ચોપરા હંમેશા તેને કહેતા કે બધા જ ધર્મનો રસ્તો ભગવાન સુધી જાય છે. તે કહે છે, હું હિંદુ છું. હું પૂજા કરુ છું. મારા ઘરમાં મંદિર છે. હું જેટલુ કરી શકુ તેટલુ કરુ છું.

હું સાચુ કહુ તો હું એ માનુ છુ કેે, ભગવાન છે. કોઇ એવી શક્તિ છે, જેના પર હું વિશ્વાસ કરવા માંગુ છું. પ્રિયંકા ભારતના બાળકોના ધાર્મિક વિચારો વિશે અને ધર્મનિરપેક્ષ વિશે વાતચીત કરતી જોવા મળી. તેણે ઓપ્રાને જણાવ્યુ કે, ભારતમાં લોકો કેવી રીતે હળી-મળીને એકસાથે રહે છે.

પ્રિયંકાએ ઓપ્રાને કહ્યુ કે, વર્ષ 2018માં તે પુસ્તક લખવા માંગતી હતી, પરંતુ વ્યસ્તતાને કારણે તેને સમય મળ્યો નહિ. પરંતુ કોરોનાના સંક્રમણ વચ્ચે અને લોકડાઉન વચ્ચે તેને આ મોકો મળ્યો.

પ્રિયંકાના આ ઇન્ટરવ્યુમાં ઘણુ નવુ સામે આવ્યુ છે. તે તેના પુસ્તક “Unfinished” સાથે સાથે તેના લગ્નની પણ વાત કરશે. પ્રિયંકા આ ઇન્ટરવ્યુ દરમિયાન ખૂબસુરત લાગી રહી છે. તેણે પર્પલ ગાઉન પહેર્યુ છે. તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપડાનું પુસ્તક “Unfinished” બેસ્ટ સેલરમાં સામેલ થઇ ચૂક્યુ છે.

પોતાના પુસ્તક અંગે વાત કરતાં પ્રિયંકા ચોપડાએ પોતાના એ ડર અને અસુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો જેનાથી તે 20 વર્ષની ઉંમર દરમિયાન પસાર થઇ છે. પ્રિયંકા કહે છે કે, ઇમાનદારીથી કહું તો એક મહિલા તરીકે હવે હું પોતાને એક સુરક્ષિત જગ્યા પર મહેસૂસ કરું છું જ્યાં મને લાગે છે કે હું 20ની ઉંમરના દાયકામાં પોતાના ડર અને અસુરક્ષાને પાછળ છોડી શકો છો. હવે હું એ વાતો માટે પરેશાન થઇ શકું નહીં જેનાથી પહેલાં મને ડર લાગતો હતો. પ્રિયંકાનો આ ઇન્ટરવ્યુ 24મી માર્ચના રોજ ડિસ્કવરી+ પર પ્રસારિત થશે.
જુઓ વીડિયો :-