ફેશનિસ્ટા પ્રિયંકા ચોપરાએ પહેરી બનારસી સાડી, કિંમતમાં તો આવી જાય 10 ગ્રામ સોનુ- જુઓ તસવીરો

0

બૉલીવુડ એક્ટ્રેસ અને દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી તેની જગ્યા બનાવી લીધી છે. પ્રિયંકા ચોપરા આજે ગમે તે સ્ટેજ પર હોય પરંતુ તે કયારે પણ ભારતીય સંસ્કૃતિને નથી ભૂલતી. વેસ્ટર્ન લુકમાં નજરે આવનારી પ્રિયંકા ચોપરા કયારેક-કયારેક સાડીમાં પણ નજરે આવે છે. પ્રિયંકા ચોપરા સાડીમાં પણ બેહદ સુંદર લાગી રહી છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા સાડીમાં નજરે આવી હતી જેમાં તે બેહદ ખુબસુરત લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

મુંબઈ પોલીસની ઇવેન્ટ ઉમંગ 2020માં પ્રિયંકા ચોપરાનો લુક બધાને પસંદ આવ્યો હતો. આ ઇવેન્ટમાં તે બ્લુ સાડીમાં નજરે આવી હતી. આ લુકમાં પ્રિયંકા બેહદ ખુબસુરત લાગી રહી હતી. પ્રિયંકા બનારસી કટ વર્ક બોર્ડર વાડી સિલ્ક સદીમાં સ્ટનિંગ લાગી રહી હતી.પ્રિયંકા એ તેના આ લુકને બ્લેક બિંદી અને હાથમાં બંગડી સાથે પૂરો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

પ્રિયંકાની આ તસ્વીર પર તેના પતિ નિક જોનસે કમેન્ટ કરી હતી કે,’સ્ટનિંગ’ સાથે જ લવ વાળી સ્માઈલી શેર કરી હતી. આ તસ્વીરને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. લાંબા સમય બાદ એક્ટ્રેસની સાડી તસ્વીર નજરે આવી છે. આ તસ્વીરને થોડા જ કલાકોમાં 16 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાએ પહેરેલી આ સાડીની કિંમત 10 ગ્રામ સોનાથી પણ વધુ છે. મસાબ ગુપ્તા કલેક્શનની આ સાડીની કિંમત 42,575 છે.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA 🖤 | FC (@priyankaonline) on

જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા તેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ નિક જોનસ સાથે એક ગીત રિલીઝ કર્યું હતું. જેમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ડાન્સ કરતા નજરે ચડે છે. કપલ વ્હાઇટ ડ્રેસમાં ડાન્સ કરતું નજરે ચડે છે, જે બાદ તે ફરીથી ચર્ચામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે એમેઝોન સ્ટુડિયોની સિરીઝ ‘સીટાડેલ’માં રિચર્ડ મૈડન સાથે નજરે આવશે. ખુદ પ્રિયંકાએ આ વાતને ટ્વીટ કરીને કન્ફ્રોમ કરી હતી. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં પણ કામ કરી ચુકી છે, જેનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.