બૉલીવુડ દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલના દિસવોમાં પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ’ પિન્કના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશનના દરમિયાન પ્રિયંકા ચોપરા ધ કપિલ શર્મા શો માં પહોંચી હતી. શો માં પ્રિયંકાએ કપિલ શર્મા સાથે ખુબ મસ્તી કરી હતી અને પોતાના લગ્નને લઈને ઘણા કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા.
એવામાં પ્રિયંકાએ લગ્ન સાથે જોડાયેલી પતિ નિક જૉનસની એવી વાત કહી કે ત્યાં હાજર લોકો અને કપિલ શર્મા પણ હેરાન રહી ગયા હતા. પ્રિયંકાએ કહ્યું કે લગ્નમાં નિક ગેસ સિલિન્ડર પણ જાતે જ લાવ્યા હતા.
પ્રિયંકા-નિકના લગ્ન આગળના વર્ષે ડિસેમ્બર મહિનામાં જોધપુરના ઉમ્મેદ ભવનમાં થયા હતા. લગ્ન સમયના ઘણા કિસ્સાઓ પ્રિયંકાએ જણાવ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે લગ્નના અમુક દિવસો પહેલા તે પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિન્કના શૂટિંગમાં વ્યસ્ત હતી જ્યારે નિક 10 દિવસ પહેલા જ જોધપુર પહોંચી ગયા હતા.

નિકની સાથે સાથે તેનો પરિવાર પણ આવ્યો હતો. નિકના પરિવારે લગ્નની તૈયારીઓ કરવામાં ખુબ મદદ કરી હતી. એવામાં ઘણા કામ નિકે પોતાની જાતે જ કર્યા હતા. નિકે લગ્નની તૈયારીઓમાં ગેસ સિલિન્ડર લાવવા સુધીના કામ પણ કર્યા હતા.

આ સિવાય જયમાળા સમયનો કિસ્સો જણાવતા પ્રિયંકાએ કહ્યું કે,”જ્યારે જયમાળાના સમયે મારા ભાઈને મને સ્ટેજ પર ઊંચકી લીધી તો જૉનસ પરિવારને લાગ્યું કે ઝગડો થઇ ગયો છે. તેઓને લાગ્યું કે આપણે પણ કંઈક કરવું જોઈએ. એવામાં તેઓએ પણ નિકને તરત ઉઠાવી લીધા અને આગળની તરફ ધકેલવા લાગ્યા હતા.”

શો ના દરમિયાન કપિલે પણ મસ્તીના મૂડમાં પ્રિયંકાને પૂછ્યું કે,”દરેક જમાઈની જેમ નિક પણ પોતાની સાસુને પગે લાગે છે કે પછી કિસ કરે છે?” આ સવાલ પર દરેક કોઈ હસવા લાગે છે અને પ્રિયંકાએ જવાબમાં કહ્યું કે,”આ બંન્ને વચ્ચે બિચારો મારી માં ને ગળે લગાડી લે છે.” પ્રિયંકાની માં મધુ ચોપરા પણ શો માં હાજર હોય છે અને તે પણ પ્રિયંકાના આવા જવાબ પર સહમત થઈને હસવા લાગે છે.

જણાવી દઈએ કે પ્રિયંકાનો આ એપિસોડ આજે એટલે કે 5 ઓક્ટોબરના રોજ ચેનલ પર પ્રસારિત થવાનો છે. કપિલના શો ના પહેલા પ્રિયંકા અન્ય રિયાલિટી શો જેવા કે ડાંસ ઇન્ડિયા ડાંસ, ડાંસ દીવાને-2 માં પણ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી.

સોનાલી બૉસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં પ્રિયંકાના સિવાય અભિનેતા ફરહાન અખ્તર, જાયરા વસીમ અને રોહિત સર્રાફ પણ મુખ્ય ભૂમિકામાં છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.