મનોરંજન

વિદેશની ધરતી પર પ્રિયંકાએ ભારતીય તહેવારનો રંગ રાખ્યો જુઓ તસવીરો દિલ ખુશ થઇ જશે

આપણી દેશી પ્રિયંકા વિદેશી સાસુ-સસરા અને પતિ સાથે રમી ધમાકેદાર હોળી- જુઓ PHOTOS

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ ઉભી કરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ હોળીનો તહેવાર ખૂબ જ ધમાકેદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. તેણે પતિ નિક જોનસ તેમજ તેના સાસુ-સસરા સાથે હોળી રમી હતી. આ તસવીર પણ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

પ્રિયંકાએ તેની રંગબેરંગી તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેઓ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા. પ્રિયંકાએ હાથમાં ગન વાળી પિચકારી પકડી હતી અને તે ખૂબ જ મસ્તીના મૂડમાં જોવા મળી હતી. આ તસવીરમાં તે તેના પતિ નિક જોનસ અને તેના સાસુ સસરા સાથે જોવા મળી હતી.

પ્રિયંકાએ આ તસવીર શેર કરતા લખ્યુ હતુ કે, રંગોનો તહેવાર હોળી મારો ફેવરિટ છે. હું અપેક્ષા રાખુ છુ કે, આપણે બધા પરિવાર સાથે આ તહેવારને મનાવીએ, પરંતુ ઘરે જ.

પ્રિયંકા ચોપડા હાલ વિદેશમાં છે પરંતુ તે કોઈપણ ભારતીય તહેવારની ઉજવણી કરવાનું ક્યારેય ભૂલતી નથી. પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે હોળીના રંગોમાં રંગાયોલી જોવા મળી રહી છે. વિશેષ વાત એ છે કે, તેની સાથે તેના પતિ નિક જોનાસ અને સાસરિયાઓ પણ હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ તેના ચાહકોને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે.

તમને જણાવી દઇએ કે, ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે તેના લગ્ન બાદની પહેલી હોળી ઇશા અંબાણીના ઘરે મનાવી હતી. આ દરમિયાન પ્રિયંકાએ નિકને ખૂબ જ રંગ લગાવ્યો હતો. આ દરમિયાન તે બંનેએ ખૂબ જ મસ્તી સાથે ધમાકેદાર હોળી રમી હતી.