મનોરંજન

પ્રિયંકા ચોપરાના યુનિક બૉક્સ બેગની કિંમત જાણીને ઉડી જશે હોંશ

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ બોલીવુડની સૌથી શાનદાર જોડીઓમાંના એક છે. ક્યારેક ફિલ્મોને લીધે તો ક્યારેક પતિ સાથેની રોમેન્ટિક તસ્વીરો શેર કરીને પ્રિયંકા મોટાભાગે ચર્ચામાં આવી જાય છે.

Image Source

પ્રિયંકાએ પોતાન આવડત અને મહેનતના દમ પર બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. સ્ક્રીન પર પોતાના કિરદારમાં પુરી રીતે ઢળી જતી પ્રિયંકાની લાઇફસ્ટાઇલ ખુબ જ લગ્ઝરીયસ છે. પ્રિયંકાની ફેશન સ્ટાઇલ પણ મોટાભાગે ચર્ચાનો વિષય બની રહે છે.

Image Source

અમુક દિવસો પહેલા પ્રિયંકા ચોપરા ન્યુયોર્ક ફેશન વીકમાં બ્લેક ડ્રેસ પહેરીને પહોંચી હતી. પ્રિયંકાના આ ડ્રેસમાં સુંદર નેટ ડિઝાઇન હતી.

Image Source

આ સિવાય પ્રિયંકાએ હાથમાં એક ગોલ્ડ મેટલ મીની બૉક્સ બેગ પણ રાખ્યું હતું જેના તરફ દરેક કોઈનું ધ્યાન કેન્દ્રીય થયું હતું અને તેની કિંમત તો બાપ રે બાપ!

Image Source

પ્રિયંકાનું આ બેગ Oscar de la Renta બ્રાન્ડનું હતું અને તેની કિંમત 2,06,452 રૂપિયા છે. જો કે પ્રિયંકા મોટાભાગે પોતાની બ્રાન્ડેડ વસ્તુઓને લીધે પણ લોકોની નજરોમાં આવી જ જાય છે.

Image Source

પ્રિયંકાને છેલ્લી વાર ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિન્ક’માં જોવામા આવી હતી. લગ્ન પછી પ્રિયંકાની આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.