મનોરંજન

અરે બાપ રે, અભિનેત્રી પ્રિયંકા ચોપડાના વાળને આ શું થઈ ગયું? ચાહકોના હોંશ ઉડ્યા- જાણો વિગત

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાના દમદાર અભિનયથી લોકોનું ધ્યાન ખેંચનાર પ્રિયંકા ચોપડા અવારનવાર ચર્ચામાં રહે છે. હાલ તે તેના લેટેસ્ટ વીડિયોને લઈને ચર્ચામાં છે. આ વીડિયોને લઈને લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી છે.

પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની હેરસ્ટાઇલ એકદમ ખાસ છે અને તે બાથરોબમાં ડાન્સ કરી રહી છે. તે ખૂબ જ મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. આ વીડિયોમાં તેની હેરસ્ટાઇલ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વીડિયો સાથે તેણે લખ્યું છે, ‘વીકએન્ડ પર ડાન્સ કરવો. હંમેશાં કંઈકને કંઈક તો સારું થાય છે.’

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપડા એક ફેશન આઇકોન પણ છે અને મોટી સંખ્યામાં લોકો તેને ફોલો કરે છે. ત્યારે હવે અભિનેત્રી તેના આ લેટેસ્ટ વિડીયો માટે ટ્રોલ થઈ ગઈ છે. યુઝર્સે તેની હેરસ્ટાઇલને શાકા લકા બૂમ બૂમની પેન્સિલ સાથે સરખામણી કરી હતી.

ઇન્ડિયન દિવા પ્રિયંકા ચોપડાએ મે 2019માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યાં તે કોસ્મેટિક બ્રાન્ડના પ્રમોશન માટે ગઈ હતી. પ્રિયંકાએ તેના ડેબ્યૂ ફેસ્ટિવલની યાદ તાજી કરતાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના અલગ અલગ કાન્સ લૂક દેખાઈ રહ્યા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ આ વીડિયોમાં નિક સાથે ઘણી તસ્વીરો પણ શેર કરી છે. કેપ્શનમાં પણ હાર્ટ ઇમોજી સાથે નિકને ટેગ કર્યો છે. તેણે લખ્યું – ગયા વર્ષે, આ તે સમય હતો જ્યારે હું પહેલી વાર કાન્સનો ભાગ બની હતી.

પ્રિયંકા ચોપડા ક્વોરેન્ટાઇન સમય દરમિયાન ઘરે મસ્તી કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને તે કેવી રીતે સમય પસાર કરી રહી છે એના વીડિયોઝ અને તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.