મનોરંજન

જેઠના લગ્નમાં પ્રિયંકા થઇ ભાવુક, ધ્રુસકે ધ્રુસકે રડી અને આંસુ લૂછતી તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ – જુવો 10 Photos

પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણી જો જોનસ અને સોફી ટર્નરે શનિવારે ફ્રાન્સના પેરિસમાં બીજીવાર લગ્ન કરી લીધા છે. આ દરમ્યાન આખો જોનસ પરિવારે પેરિસમાં લગ્નની સેરેમની એન્જોય કરતો જોવા મળ્યો. લગ્નના કેટલાક સમય પહેલાથી જ આખો જોનસ પરિવાર પેરિસ પહોંચી ગયો હતો અને લગ્નની કેટલાક વિધિઓ કરી હતી. આ લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો સામેલ થયા હતા. આ લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

Family Picture 😍 #jophiewedding

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

ક્રિશ્ચન વિધિ-વિધાન સાથે થયેલા આ લગ્નમાં બધા જ આધુનિક પરિધાનમાં જોવા મળ્યા ત્યારે દેસી ગર્લ પ્રિયંકા ચોપરા પારંપરિક પરિધાનમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ પોતાના આ સ્ટનિંગ દેશી ગર્લ લૂકથી બધાનું જ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. જેઠના લગ્નમાં પ્રિયંકા ચોપરાએ ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઇન કરેલી આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી, અને સાથે જ તેને વાળમાં બન બનાવીને ગુલાબ લગાવ્યા હતા. આ સાથે તેને હલકી ઝવેરી પહેરી હતી ત્યારે નિકે બ્લેક ટક્સીડો સૂટ પહેર્યું હતું. આ લૂકમાં પ્રિયંકા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

One More god she’s so beautiful 😍 #jophiewedding

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

આ લગ્નની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાંથી એક તસ્વીરમાં પ્રિયંકા ચોપરાને ભાવુક થતી જોઈ શકાય છે. આ તસ્વીરમાં પ્રિયંકા બંને હાથેથી ભીની આંખોને લૂછી રહેલી જોવા મળે છે. અને તેની બાજુમાં જ તેના પતિ નિક જોનસ ઉભા રહેલા દેખાય છે. આ તસવીર જોઈને લાગી રહ્યું છે કે પ્રિયંકા ચોપરાને પોતાના લગ્નનો દિવસ યાદ આવી ગયો અને તે ભાવુક થઇ ગઈ છે. જો કે સોશિયલ મીડિયા યુઝર્સ પ્રમાણે, તે આંસુ ન લૂછી રહી હતી, પણ પરસેવો સાફ કરી રહી હતી.

 

View this post on Instagram

 

Priyanka was crying 😭😭😭❤ #jophiewedding

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ તસ્વીર પર કોમેન્ટ કરી કે તેમને નથી રડી રહી હતી. કારણ કે જે સમયની આ તસ્વીર છે, ત્યારે ફોટોસેશન ચાલી રહ્યું હતું. કેટલાક યુઝર્સે એવી કોમેન્ટ પણ કરી કે ફ્રાન્સમાં તાપમાન વધી ગયું હતું, એટલે એ પરસેવો સાફ કરી રહી હતી.

 

View this post on Instagram

 

OMG OMG

A post shared by JonasBrothers (@jonaasbrothers) on

જો જોનસ અને સોફી ટર્નરના લગ્ન પેરિસના એક શાહી મહેલમાં થયા, 18મી સદીમાં બનેલા આ મહેલમાં રોકવાનો એક રાતનો ખર્ચ લગભગ 3.21 લાખ રૂપિયા છે. જણાવી દઈએ કે સોફી અને જો લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહયા હતા. આ પછી બંનેએ મે મહિનામાં ચુપચાપ લગ્ન કરી લીધા હતા, જેમાં માત્ર નજીકના લોકો જ હાજર રહયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks