મનોરંજન

પ્રિયંકા ચોપડાએ ખોલ્યું રહસ્ય, પીછો કરતા હતા છોકરાઓ તો પપ્પાએ ટાઈટ કપડાં પહેરવા પર આવું કીધું

બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના કપડાને લઈને અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં પ્રિયંકા લોકડાઉનના કારણે પોતાના ઘરની અંદર જ સેલ્ફ આઇસોલેટ છે, પરંતુ ઘરમાં રહીને પણ સતત તે સોશિયલ મીડિયામાં એક્ટવી રહેતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા તેના પિતા અશોક ચોપડા સાથે સૌથી નજીક હતી અને હાલમાં જ તેને પોતાના પિતા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી હતી. તેને એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “તેના પિતાએ તેને ટૂંકા કપડાં પહેરવા ઉપર આપત્તિ જતાવી હતી જેના કારણે બંને વચ્ચે અનબન પણ થઇ ગઈ હતી.”

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ પોતાના પિતા સાથે જોડાયેલી વાતો જણાવતા કહ્યું હતું કે: “હું જયારે અહિયાંથી ગઈ હતી ત્યારે 12 વર્ષની હતી, વાંકોલીયા વાળ વળી છોકરી હતી, પરંતુ મેં ઘર વાપસી 16 વર્ષની છોકરીના રૂપમાં કરી હતી, મને લાગે છે કે તેનાથી મારા પપ્પા એકદમ હેરાન થઇ ગયા હતા. એ નહોતા જાણતા કે શરૂઆતના બે અઠવાડિયામાં તેમને શું કરવું છે.”

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ એમ પણ જણાવ્યું કે કેવી રીતે છોકરાઓ સ્કૂલમાંથી જ તેનો પીછો કરતા હતા, જેના કારણે તેના પિતાએ તેને ટાઈટ કપડાં પહેરવા આને બારી ઉપર ઉભા રહેવા માટે પણ પાબંધી લગાવી દીધી હતી. પ્રિયંકાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તે તેના પિતા સાથે બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તેના પિતાને યાદ કરતા પ્રિયંકાએ કહ્યું કે: “કઈ નહિ તું શું કરીશ સારું કે ખોટું કે પછી સૌ ખરાબ, તું આવીને મને જણાવી શકે છે, હું તેને યિગ્ય કરવામાં તમારી મદદ કરીશ. મેં તમને ક્યારેય જજ નથી કર્યા, મેં હંમેશા તમને એક ખૂણામાં રાખ્યા છે. મેં હંમેશા તમને એક ટીમમાં રાખ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

હાલમાં પ્રિયંકા તેના પતિ નિક જોનાસ સાથે અમેરિકામાં છે. પ્રિયંકા છેલ્લીવાર “ધ સ્કાઈ ઈજ પિન્ક”  હતી. સોશિયલ મીડિયામાં પણ પ્રિયંકા અવાર નવાર છવાયેલી રહે છે. તેના પતિ નિક સાથેની રોમાન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ પણ થતી જોવા મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.