મનોરંજન

અનુષ્કાના માતા બન્યા બાદ હવે પ્રિયંકા ચોપડા પણ કરી રહી છે ફેમેલી પ્લાંનિંગ, કહ્યું, “મને નિક પાસેથી એક-બે બાળકો નહિ પરંતુ….”

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા માતા-પિતા બની ગયા છે, અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે ત્યારે હવે આ ખબર સાંભળીને બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પણ પોતાના ફેમેલી પ્લાનિંગ વિશે જણાવી રહી છે.

Image Source

પ્રિયંકાએ અમેરિકી સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે, લગ્ન બાદ તેમની ઘણી રોમાન્ટિક તસવીરો પણ ખુબ જ વાયરલ થાય છે, ત્યારે હવે પોતાના ફેમેલી પ્લાનિંગ વિશે જણાવીને પ્રિયંકાએ સૌને હેરાન કરી દીધા છે.

Image Source

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તે કેટલા બાળકોને જન્મ આપવા માંગે છે ત્યારે પ્રિયંકાનો જવાબ સાંભળીને જ બધા હેરાન રહી ગયા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે તે 11 બાળકો ઈચ્છે છે. એટલે કે તે 11 બાળકોની માતા બનવા માંગે છે.

Image Source

આ જવાબ આપ્યા બાદ પ્રિયંકા જોર જોરથી હસવા લાગી હતી અને તેને કહ્યું કે તે એક ક્રિકેટ ટીમ બનાવવા માંગે છે અને તેના કારણે તે 11 બાળકો ઈચ્છે છે. ત્યારબાદ તેને પોતાની વાત સાચવતા એમ પણ જણાવી દીધું હતું કે 11 બાળકો વધારે થઇ જશે.