પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેનો 37મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. બર્થ ડે સેલિબ્રેશનના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. દેશી ગર્લનો આ બર્થડે ખાસ હતો કારણ કે, તેનો લગ્ન પછી પહેલો બર્થડે હતો. પ્રિયંકાએ બર્થડે ના દિવસે રેડ કર્લરનાં ડ્રેસમાં ભૌજ હોટ લાગી રહી હતી.
પ્રિયંકાના બર્થડેનું સેલિબ્રેશન હજુ સુધી ખતમ નથી થયું.પ્રિયંકા તેના માતા મધુ ચોપરા અને નિક જોનાસ સાથે એન્જોય કરી રહી હે. પ્રિયંકાએ તેના મિત્રો સાથેની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે.
પ્રિયંકા હજુ પણ મિયામીમાં ફેમિલી સાથે વેકેશન માણી રહી છે.પ્રિયંકાના દરરોજ નવા-નવા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.
હાલમાં જ પ્રિયંકા શિપ પર વેકેશનની મોજ માણતી નજરે આવી હતી. પ્રિયંકા વ્હાઇટ ડ્રેસમાં નિક સાથે બેઠી છે. તેની પાછળ તેની માતા મધુ ચોપરા પણ નજરે ચડે છે. સાથે જ ઘણા મિત્રો પણ નજરે ચડે છે. ફેન્સને પ્રિયંકાની આ તસ્વીર બહુજ પસંદ આવી છે.
તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોમાં પ્રિયંકા પિન્ક બિકીનીમાં નજરે આવી રહી છે.
મિયાંમી બીચમાં પ્રિયંકા સાથે પરિણીતી ચોપરા પણ નજરે ચડે છે. પ્રિયંકાના આ બર્થડેને ખાસ બનાવવા માટે નાઇકી કોઈ કસર છોડી ના હતી. પ્રિયંકા ચોપ્રાના બર્થડે સેલિબ્રેશનના ઇનસાઇડ ફોટો પણ વાયરલ થયા હતા.
સામે આવેલી તસ્વીરમાં પ્રિયંકા માથા પર એક બેન્ડ લગાવ્યો હતો જેમાં લખરેલુ હતું ‘બર્થ ડે ગર્લ’.પ્રિયંકાના આ બર્થડેમાં કેકને ડ્રેસનો કલર એકસરખો હતો. કેકનો નીચેનો પાર્ટ ગોલ્ડન કલરનો હતો. જયારે ઉપરનો પાર્ટ લાલ કલરનો હતો
પ્રિયંકાના બર્થડેમાં મધુ ચોપડા, નિક જોનાસ અને પ્રિયંકા સિવાય ઘણા લોકો પાર્ટીમાં નજરે આવ્યા હતા. કોઈ તસ્વીરમાં નિક પ્રિયંકાની ફોટો પાડતો નજરે આવ્યો હતો. કોઈ ફોટોમાં એકબીજાને ડ્રિન્ક કરાવતા નજરે ચડ્યા હતા. પ્રિયંકાના બર્થડે પર નાઇકી મિયામી બીચ પર પાર્ટી આપી હતી. તેની આ વાત સાબિતી આપે છે.
નિકે પ્રિયંકાને બર્થડે પર અલગ અંદાજમાં જ વિશ કર્યું હતું. પ્રિયંકાની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરીને લખ્યું હતું કે, મારી દુનિયાની રોશની, મારું આખું દિલ, આઈ લવ યુ બેબી, જન્મદિવસ મુબારક.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા જલ્દી જ સોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં નજરે આવશે. પ્રિયંકા સિવાય આ ફિલ્મમાં ફરહાન અખ્તર ને જાયર વસીમ છે. પ્રિયંકા લાંબા સમય પછી ધ સ્કાય ઇઝ પીંકથી પાછી ફરી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks