પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસની રોમેન્ટિક લવ સ્ટોરી તો જગજાહેર છે. પ્રિયંકા અને નિકના લગ્નને થોડા સમય બાદ એક વર્ષ પૂર્ણ થશે. પ્રિયંકા અને નિકના લગ્ન ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં જોધપુરના ઉમેદપેલેસમાં થયા હતા. બન્ને તેના લગ્નજીવનમાં ખુશખુશાલ જોવા મળે છે. પ્રિયંકા તેની અને નિકની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
પરંતુ હાલમાં જ પ્રિયંકાએ એક ખુલાસો કર્યો હતો કે, તે પરેશાન રહે છે, તે તેટલી હદે પરેશાન રહે છે કે,રાતે સુતા-સુતા જાગતી હોય છે. પ્રિયંકા ચોપરાના પતિ અને અમેરિકી પોપસ્ટાર નિક જોનાસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નિકે કહ્યું હતું કે, 13 વર્ષની ઉંમરે તેને ખબર પડી હતી કે, તેને ટાઈપ 1 ડાયાબીટીશ છે, તે ડરથી કોમામાં ચાલ્યો ગયો હતો.
નિકે વધુમાં કહ્યું હતું કે, હું મારા માતા-પિતાને પૂછતો હતો કે, હું ક્યારે ઠીક થઈશ ? હું આ વાતને લઈને બહુજ ચિંતિત હતો કારણકે હું જે કંઈ પણ કરવા ઈચ્છતો હતો તે બધા કામમાં મારી એક સીમા નક્કી થઇ જતી હતી. હું બહુજ ડરી ગયો હતો. એક રિપોર્ટ મુજબ નિકના માતાપિતાને જયારે જોયું કે નિકનું વજન સતત ઘટી રહ્યું છે અને તેને સોડા પીવાની ઈચ્છા થાય છે ત્યારે તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ નિદાન કરતા જાણવા મળ્યું હતું કે, નીકનું બ્લડ સુગર લેવલ એક ખતરનાક સ્તર પર પહોંચી ગયું હતું કારણકે તેને ટાઈપ-1 ડાયાબિટીસ હતું.
પતિ નીકની આ બીમારીના ડરથી પ્રિયંકાની ઊંઘ ઉડી જાય છે. હાલમાં જ પ્રિયંકાએ જણાવ્યું હતું કે, જયારે અમારા લગ્ન થયા હતા તે શરૂઆતના સમયમાં મને કંઈ સમજમાં આવી રહ્યું ના હતું કે હું કંઈ સમજી પણ રહી ના હતી. પરંતુ નિક તેની આ બીમારીને લઈને બહુજ સજાગ રહે છે, નિકને ઊંઘમાં પણ ખબર પડી જાય છે કે તેનું શુગર લેવલ ક્યારે નીચે જાય છે.
View this post on Instagram
Thank you @vanityfair @radhikajones now that was a party 🎈 @nickjonas ❤️ 📸 @markseliger
આ વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, હું છેલ્લા ઘણા સમયથી ઘણી વાર રાતે ચેક કરું છું કે નિક ઠીક તો છે ને ? વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, નિક નાની ઉંમરથી આ બીમારીથી ઝઝૂમે છે. તેથી તે તેની તબિયતને લઈને બહુ સજાગ રહે છે. તેને સારી રીતે ખબર છે કે તેને ક્યાં સમયે શું કરવું જોઈએ ? અને શું ના કરવું જોઈએ.
નિકનો જન્મ અમેરિકી સ્ટેટ ટેક્સાસના ડૈલાસના પોળ કેવિન જોનાસ સિનિયરના ઘરમાં થયો હતો. જોનસનો 2006માં પહેલો આલ્બમ ઇટ્સ અબાઉટ ટાઈમ આવ્યો હતો. ત્યારે તેની ઉંમર 13 વર્ષની હતી. આ બેન્ડને ડિઝની ચેનલ પર ઘણી પ્રસિદ્ધિ મળી હતી. આજકાલ પ્રિયંકા ચોપરા બોલિવૂડની સાથે હોલીવુડમાં પણ સક્રિય છે. રસપ્રદ વાત એ છે કે, પ્રિયંકાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત સિંગિંગથી જ થઈ હતી. વર્ષ 2012માં પ્રિયંકાનું Will.I.Am અમેરિકન રેપર સાથે પહેલું ગીત In My City આવ્યું. પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને 3 વર્ષ બાદ બોલીવુડમાં ‘ધ સ્કાય ઇઝ પિંક’ થી રી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે લીડ રોલમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App