બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજકાલ તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રિયંકા આજકાલ રિયાલિટી શો અને ઇવેન્ટમાં જઈને તેની ફિલ્મને પ્રમોટ કરી રહી છે.
થોડા દીવસ પહેલા પ્રિયાંકા તેના ફિલ્મના સિલસિલામાં ગુજરાતના અમદાવાદમાં આયોજિત દાંડિયા નાઈટ -2019માં તેની ફિલ્મના પ્રમોશન માટે તેના એક્ટર રોહિત સરાફ સાથે પહોંચી હતી. અમદાવાદમાં પ્રિયંકા દાંડિયા રમી હતી.
View this post on Instagram
An absolute laugh riot on the Kapil Sharma Show. #TheSkyIsPink #Promotions #day5
આ દાંડિયા ઇવેન્ટમાં પ્રિયંકા ગ્રીન વેલ્વેટ ટ્રેડિશનલ આઉટફિટમાં નજરે આવી હતી. પ્રિયંકાના ગ્રીન ડ્રેસ પર હેવી વર્ક કરવામાં આવ્યું હતું. પ્રિયંકાએ તેના આ ટ્રેડિશનલ લુક સાથે મોટા ગોલ્ડ ઈયરિંગ્સ અને ટીકા સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો.
સાથે જ પ્રિયંકાએ ડ્રેસની સાથે મેચિંગ ગ્રીન કલરની બંગડી પણ પહેરી હતી. માથા પર બિંદી અને ગ્લોસી મેકઅપ સાથે પ્રિયંકા ખુબસુરત લાગી રહી હતી. પ્રિયંકાના ગરબાનો આ લુક ફેન્સને પણ ઘણો પસંદ આવ્યો હતો.
પ્રિયંકાના આ ગ્રીન આઉટફિટની કિંમત 1,65,000 હતી. પ્રિયંકા ચોપરાએ આ દાંડિયા ઇવેન્ટમાં તેના કો-સ્ટાર્સ સાથે પણ ગરબા રમ્યા હતા. રોહિત સરાફ સાથે દાંડિયા રમતા હોય તેવો વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
જણાવીદઈએ કે, લગ્ન બાદ પ્રિયંકા ચોપરાની આ પહેલી ફિલ્મ છે. ‘ધ સ્કાય ઇઝ પિંક’ 11 ઓક્ટોબર સિનેમાઘરોમાં રિલીઝ થશે.સોનાલી બોસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર પણ લોકોને બહુજ પસંદ આવ્યું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App