મનોરંજન

હોટ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના રડી રડીને હાલ થયા બેહાલ, કારણ જાણીને તમે પણ કહેશો સારું થયું

બોલીવુડમાં રાજ કરનાર અભિનેત્રી આજકાલ પોતાની ફિલ્મ ‘સ્કાઈ ઇઝ પિંક’ને (The Sky Is Pink) લઇને ચર્ચામાં રહે છે. આ પ્રિયંકાની બૉલિવૂડમાં કમબેક ફિલ્મ છે. જેના માટે તે ઘણી મહેનત કરતી દેખાય છે. પ્રિયંકા ચોપરા આ ફિલ્મના પ્રમોશન માટેની કોઇ પણ મોકો છોડતી નથી. તેમણે ભારતમાં પણ ધ સ્કાઇ ઇઝ પિંકનું ભારે પ્રમોશન કર્યું છે. હવે તે વિદેશોમાં પણ આ ફિલ્મને પ્રમોટ કરવામાં કોઇ કસર છોડતી નથી. હાલમાં જ એક વિદેશી શો ઉપર પોતાની ફિલ્મના પ્રમોશન માટે ગયેલી પ્રિયંકા ચોપરા ખરાબ રીતે બધા વચ્ચે રડી પડી હતી.પ્રિયંકા ચોપરા Top American Show માં પોતાની બૉલીવુડ ફિલ્મીના પ્રમોશનમાં જોવા મળી હતી. આ સિલસિલામાં પ્રિયંકા તાજેતરમાં ઝીમી ફેલનના શો ધ ટુનાઇટ શો વિધ ઝીમી ફેલનમાં (The Tonight Show with Jimmy Fallon)પહોંચી હતી આ શો માં ઝીમી અને પ્રિયંકા વચ્ચે ખુબ વાતચીત થઇ હતી. પ્રિયંકાએ પોતાની ફિલ્મ વિશે ગણી વાતો બધા સાથે શેર કરી હતી. ત્યારબાદ પ્રિયંકાની હાલત ત્યારે ખરાબ થઇ જ્યારે શૉ હોસ્ટ ઝીમીએ શોનું મશહૂર સેગમેન્ટ ‘ઇટિંગસ્પાઇસી વિંગ્સ વિદ શોન એવંસ’ ના હોસ્ટમાં શૉન એવંસની સાથે પણ એક સેગમેંટ હતું.

આ શો દરમિયાન પ્રિયંકા અને ઝીમીને એક ટાસ્ક મળ્યો હતો. જેમાં જોરદાર તીખા ચિકન વિંગ્સ ખાતા પ્રિયંકા અને ઝીમીએ વાતો કરવાની હતી. પ્રિયંકાએ પહેલા ચિકન વિંગ તો આરામથી ખાધુ પરંતુ ધીમે ધીમે તેની હાલત ખરાબ થતી ગઇ.

નવાઈની વાત તો એ છે કે પ્રિયંકાને એટલું તીખું લાગ્યું કે તેમની આંખોમાં આંશુ આવી ગયા. આ ખરાબ હાલત હતી છતાંય પણ તેણે વાતો કરવાનું ચાલું રાખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચિકન વિંગ્સ ખાઇને તેઓ તેમના પતિ નિક જોનસનો જીવ જવાનો હતો. પ્રિયંકાની સાથે સાથે ઝીમી પણ રોઇ પડ્યા હતા. બંનેએ ગમે તેમ કરીને આ ટાસ્ક પૂરો કર્યો હતો.

આ શોમાં પ્રિયંકાએ ડેબ્યુ હિન્દી પ્રોડક્શન વેન્ચર ઉપરાંત મેરિડ લાઇવ અન સાથે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રિયંકાએ બિહાઇન્ડ ધ સીન Video પણ શેર કર્યા છે, જેમાં તે ડ્રેસિંગ રૂમમાં દોડતી અને ગ્લાસમાંથી દૂધ પીતી નજરે પડે છે. ‘ધ સ્કાઇ ઇઝ પિન્ક’ પહેલી હિન્દી ફિલ્મ છે જેનું પ્રમોશન જિમી ફેલનના શોમાં થયું છે.