મનોરંજન

ડાયરેક્ટરે ખોલ્યું રાઝ,આ કારણને લીધે ફિલ્મના શૂટિંગમાં વારંવાર રડી હતી પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાની અભિનેતા ફરહાન અખ્તર સાથેની ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિન્ક’ અમુક દિવસોમાં જ રિલીઝ થવાની છે, એવામાં ફિલ્મનું પ્રમોશન પણ શરૂ થઇ ચૂક્યું છે.આગળના દિવસોમાં ફિલ્મની સ્ક્રીનીંગ ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થઇ હતી અને આ દરમિયાન દર્શકોએ ફિલ્મ માટે(સ્ટેન્ડિંગ ઓવેશન)ઉભા થઈને આદર આપ્યું હતું. લોકોનો આવો પ્રતિભાવ જોઈને પ્રિયંકા ખુબ જ ભાવુક થઇ ગઈ હતી અને ડાયરેક્ટર સોનાલી બોસને ગળે લગાડી લીધા હતા.

સોનાલીએ જણાવ્યું હતું કે ફિલ્મના ઘણા સીન્સ શૂટ કર્યા પછી પ્રિયંકા ખુબ રોઈ હતી અને તેને સંભાળવી પણ ખુબ મુશ્કેલ થઇ ગયું હતું. સોનાલીએ કહ્યું કે,”અમે એક સીન કરી રહ્યા હતા જેમાં પ્રિયંકા ન હતી, છતાં પણ મારા કટ બોલવા પર તે ખુબ રોઈ હતી. આ સિવાય અન્ય એક સીનમાં પણ પ્રિયંકા ખુબ રોઈ હતી”.

સોનાલીએ આગળ કહ્યું કે,”મારા કટ બોલ્યા પછી મેં પ્રિયંકાને ગળે લગાડી લીધી છતાં પણ તેના આંસુ રોકાઈ રહ્યા ન હતા અને તે લગાતાર રોતી જ રહી હતી. પ્રિયંકા કહેતી રહી કે,” આઈ એમ સોરી, આઈ એમ સોરી. મને હવે સમજણ પડી કે એક બાળકને ગુમાવાનો દર્દ શું હોય છે. આઈ એમ સો સોરી ફોર ઇશલું”.

જણાવી દઈએ કે ઇશલું સોનાલી બોસનો દીકરો હતો, જેની 16 વર્ષની ઉમંરમાં એક અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું. ઇશલુનું સાચું નામ ઈશાન હતું. સોનાલીએ કહ્યું કે,”પ્રિયંકાએ મને કહ્યું કે તે આ ફિલ્મમાં ઇશલુંનું નામ પણ રાખે, તે એક સીનમાં પોતાના દીકરા રોહિતને ઇશલું કહેતી પણ જોવા મળશે. તેણે મને કહ્યું કે હું આ સીનમાં ઇશલુંનું નામ લઇ શકું? તેના પર મેં બસ હળવું સ્મિત આપ્યું”.

ફિલ્મ દિલ્લીની આયશા ચૌધરી ની સાચી કહાની પર આધારિત છે. 6 મહિનાથી શરૂ થયેલી immune deficiency disorder બીમારી પછી તેને pulmonary fibrosis બીમારી લાગુ પડી જાય છે. માત્ર 18 વર્ષની ઉંમરમાં આયશાએ જીવન અને મૌતની વચ્ચે લડાઈ લડતા લડતા દુનિયાને એક મોટી શીખ આપી છે. તેનું પુસ્ટક ‘My Little Epiphanies’ છપાયું અને તેના પછીના દિવસે આયશાનું નિધન થઇ ગયું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks