દિવાળી પર ‘દેશી ગર્લ’નો દેશી અવતાર, પ્રિયંકા ચોપરાની દિવાળીની ઉજવણી જોઈ લોકો થયા આફરીન

અમેરિકામાં રહેતી પ્રિયંકા ચોપરાએ આ વખતે દિવાળી લંડનમાં ઊજવી, જેમાં પતિ નિક જોનસ અને દીકરી માલતી મેરી પણ સામેલ થયાં. પ્રિયંકાએ લંડન સ્થિત પોતાના ઘરે પંડિત બોલાવીને વિધિવત્ લક્ષ્મીપૂજન કર્યું હતું. આ ઉજવણીમાં પ્રિયંકા સરસ સાડી પહેરીને તૈયાર થઈ હતી એટલું જ નહીં, તેના અમેરિકન પતિએ પણ ટ્રેડિશનલ પોશાક પહેર્યો હતો. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર દિવાળી સેલિબ્રેશનની તસવીરો મૂકી હતી. એ જોઈને તેના ચાહકો ઘણા ખુશ થયા હતા. ઘણાએ કોમેન્ટ કરી હતી કે પ્રિયંકા વિદેશમાં રહીને પણ પોતાની સંસ્કૃતિને નથી ભૂલી.

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે ધનતેરસની ઉજવણી કરી

બોલીવુડ સાથે પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં પણ ઓળખાણ બનાવી છે. તેને સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી લંડનમાં પોતાની ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે દિવાળી ઉજવાતી જોવા મળી. આ દરમિયાન પ્રિયંકા લાલ સાડીમાં અને નિક કુર્તામાં જોવા મળ્યો. અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે પતિ નિક જોનસ સાથે વિદેશમાં રહે છે. જોકે, વિદેશમાં રહેતા પ્રિયંકા ચોપરા તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પ્રિયંકાનો પતિ નિક જોનસ પણ તેનો ભાગ બને છે. હાલમાં જ પ્રિયંકાએ કરવા ચોથનો તહેવાર ઉજવ્યો હતો. હવે પ્રિયંકા દિવાળીની તૈયારીમાં વ્યસ્ત છે. પ્રિયંકાએ પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે ધનતેરસનો તહેવાર ઉજવ્યો હતો.

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના પતિ અને પુત્રીનો હાથ પકડેલી જોવા મળી રહી છે. ફોટોમાં સૌથી ખાસ વાત એ છે કે પ્રિયંકાની દીકરી માલતી મેરી બંગડીઓ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. માલતી મેરીએ ઘણી બધી સિલ્વર રંગની બંગડીઓ પહેરેલી હતી. ફોટો શેર કરતા તેણે લખ્યું- બધાને ધનતેરસની શુભકામના. પ્રિયંકાનો આ ખાસ ફોટો વાયરલ થયો છે. પ્રિયંકાએ દીવાનું ઈમોજી પણ બનાવ્યું છે. પ્રિયંકા અને નિકની વાત કરીએ તો બંનેએ 2018માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા 2022માં સરોગસી દ્વારા માતા બની હતી.

Twinkle