મનોરંજન

પતિ-પત્ની બન્યાં બાદ અમેરિકામાં પ્રિયંકા-નિકે પહેલી વાર ઉજવી દિવાળી; જુઓ તસવીરો ક્લિક કરીને

અભિનેત્રી પ્રિયંકા ચોપરા લગ્ન બાદ ભલે દુનિયાના સૌથી તાકાતવર દેશ અમેરિકામાં શિફ્ટ થઇ ગઈ હોય પરંતુ તે આજે પણ પોતાના દેશ સાથે જોડાયેલી છે. ઇન્ટરનેશનલ અને ગ્લોબલ સ્ટાર તરીકે ઓળખ મેળવી ચૂકેલી બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લગ્ન પછી વિદેશમાં રહેવા લાગી છે અને હજુ પણ ભારતીય સંસ્કારોને ભૂલી નથી, ભારતીય તહેવારો તેને એટલા જ પસંદ છે અને આનંદથી ઉજવે છે. ભારતીય તહેવારો ઉપર પણ તેના પતિ પણ ખૂબ સાથ આપે છે અને એન્જોય કરે છે. કરવાચોથ પછી હવે પ્રિયંકા ચોપરા પહેલીવાર પોતાના પતિ નિક જોનાસ ની સાથે દિવાળી ઉજવી રહી છે. આ સ્પેશિલિયા મોકા પર પ્રિયંકા ચોપરાએ ભારે ઉત્સાહિત જોવા મળી હતી. તેમણે દિવાળીની ખુશીઓ પોતાના ફેન્સ સાથે વહેંચી હતી. પ્રિયંકા ચોપરાએ દિવાળીના તહેવાર ઉપર નિક જોનાસની સાથે પોતાની રોમેન્ટીક તસવીર શેર કરી છે. આ બધા જ PHOTOS માં તમે જોઈ શકો છો કે પ્રિયંકા પ્રિંટેડ સાડીમાં નજર આવી રહી છે. જ્યારે નિકે પગલમાં ચપ્પલ પહેર્યા નથી. પ્રિયંકાની આ ઈન્ટાગ્રામપોસ્ટ ઉપર ચાહકો તાબડતોબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઉપરાંત નિક સિવાય બીજી બે તસવીરો પણ શેર કરી છે. જેમાં તેનું ઘર શણગારેલું દેખાઇ રહ્યું છે અને તે પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહી છે. આ પહેલા કરવાચોથના દિવસ ઉપર પણ સુપરક્યૂટ કપલની રોમેન્ટીક તસવીરો મળી હતી. આ તસવીરો નિક જોનાસે શેર કરી હતી. આ સાથે તેમણએ કરવાચોથની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રિયંકાએ પોતાના ચાહકોને દિવાળી સેલિબ્રેશનની શુભેચ્છાઓ પાઠવતા તસવીર શેર કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપશનમાં લખ્યું હતું, “Happy Diwali to everyone celebrating. From mine to yours… दीपावाली की शुभकामनाएँ।। #diwaliincabo #peaceandprosperity.” આ બધી જ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા નિક જોનાસ સાથે ફૂલ ફેસ્ટિવ મૂડમાં નજરે આવી રહી છે. ફ્લોરલ પ્રિન્ટેડ સાડી સાથે Golden ઈયરરિંગ્સમાં પ્રિયંકા દેશી લૂકમાં ખૂબ જ મસ્ત અને સુંદર લાગી રહી છે. પ્રિયંકાની સાથે નિક જોનાસ વ્હાઇટ શર્ટ અને ઓલિવ ગ્રીન પેન્ટમાં નજરે દેખાઈ રહ્યા છે. આ બધી જ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે દિવાળીના અવસરે વિદેશમાં રહેતી પ્રિયંકાએ પોતાનું ઘર લાઈટની સજાવ્યું છે. પ્રિયંકાની આ PHOTOS માં ચોખ્ખું દેખાય છે કે વિદેશમાં તે ભલે હોય પરંતુ ભારતીય સંસ્કૃતિને તે ભૂલી નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.