ફિલ્મી દુનિયા

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ સાત સમુંદર પાર શાનદાર અંદાજમાં મનાવી પહેલી કરવા ચોથ, તસ્વીર થઇ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ

બોલીવુડ એક્ટ્રેસોએ કરવાચોથની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. જેમાં મીરા રાજપૂત, નીલમ, પદ્મિની, સોનાલી બેન્દ્રે, શિલ્પા શેટ્ટી શામેલ છે. ત્યારે વિદેશમાં રહેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ કરવા ચોથનું વ્રત કર્યું હતું. જેની તસ્વીરો પણ સામે આવી છે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ અમેરિકામાં પહેલા કરવાચોથની ઉજવણી કરી હતી.જેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. તસ્વીરમાં પ્રિયંકા ચોપરા માંગમાં સિંદૂર લગાડેલી નજરે આવે છે. પરંતુ પ્રિયંકાએ શેર કરેલી તસ્વીરમાં નિક જોનાસ ક્યાંય પણ નજરે ચડતો નથી. પ્રિયંકાએ તસ્વીર શેર કરીને સુહાગનોને કરવા ચોથની શુભેચ્છા પાઠવી હતી. પ્રિયંકા તેના કામના સિલસિલામાં હાલ લોસ એન્જલ્સમાં છે.

 

View this post on Instagram

 

Me and my friends 😂#karvachauth2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

લગ્ન બાદ પ્રિયંકા-નીકની આ પહેલી કરવા ચોથ હતી, પ્રિયંકાએ આ પહેલી કરવા ચોથ તેના દોસ્ત અને સાસરિયાવાળા સાથે મનાવી હતી. પ્રિયંકાએ તેની પહેલી કરવા ચોથને સ્પેશિયલ બનાવવા માટે હાથમાં મહેંદી અને લાલ ચૂડો પહેર્યો હતો. પ્રિયંકાએ તેના લાલ ચુડા અને મહેંદીની તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, ‘ડાઇ હેના,કરવા ચોથ ઈન એલએ.’

 

View this post on Instagram

 

Karwa chauth at a @jonasbrothers concert. Definitely a first I’ll always remember! 😂❤️🙏🏽 @nickjonas #karwachauth

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તો પ્રિયંકાએ એક સેલ્ફી શેર કરી હતી, જેમાં તે તેના ત્રણ મિત્રો સાથે નજરે આવી હતી. પરંતુ આ સેલ્ફી પોર્ટેમોડમાં લેવામાં આવી હોય તેની પાછળ રહેલા દોસ્તોનો ચહેરો સાફ જોવા મળ્યો નથી. આ તસ્વીરમાં પ્રિયંકાએ ક્રીમ શર્ટ અને માંગમાં સિંદૂર સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Queen is The Best… sge is so cuuuute.. beautiful… Best couple. @priyankachopra @nickjonas #priyankachopra #nickjonas

A post shared by Priyanka_Chopra_Fans_Indonesia (@pc.f.c.indonesia) on

તો પહેલી કરવાચોથને યાદગાર બનાવવા માટે પ્રિયંકા-નિકે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો. પ્રિયંકા લાલ સાડી માથામાં સિંદૂર અને હાથમાં લાલ ચુડા સાથે નજરે આવતી હતી, તો નિક જોનાસ સિમ્પલ લુકમાં નજરે આવ્યો હતો.

જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિક જોનાસે ગત 1 ડિસેમ્બરે જ લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ બે અલગ-અલગ રિવાજોથી લગ્ન કર્યા હતા. જેમાં પહેલા હિન્દૂ રીત-રિવાજ મુજબ અને બીજી વાર કૈથલીક રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.