મનોરંજન

VIDEO: ભડકેલી પાકિસ્તાની મહિલાએ લગાવ્યા પ્રિયંકા ચોપરા પર આરોપ, તો પ્રિયંકાએ આપ્યો આવો જવાબ

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ અને હોલિવૂડ એમ બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને વિશ્વભરમાં નામ બનાવ્યું છે, ત્યારે દેશવિદેશમાં તેના ચાહકોની સંખ્યા પણ ખૂબ જ વધુ છે.

 

View this post on Instagram

 

#priyankachopra

A post shared by B4U+ (@theb4uplus) on

તે પોતાના સેન્સ ઓફ હ્યુમર અને હાજરજવાબી માટે ખૂબ જ જાણતી છે અને અવારનવાર આવા કારણોસર તે ચર્ચાઓમાં રહે છે. ત્યારે હાલમાં પણ તે આવા જ એક કારણે ચર્ચાઓમાં છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા ‘બ્યુટીકોન ફેસ્ટિવલ લોસ એન્જેલસ 2019’ નો ભાગ બની હતી,

ત્યારે એક પાકિસ્તાની મહિલાએ પ્રિયંકા પર નિશાનો સાધીને તેના પર કેટલાક સવાલો ઉઠાવ્યા હતા પણ પોતાની સુઝબુઝ અને સમજદારી સાથે પ્રિયંકાએ આ પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરી હતી, અને આ પાકિસ્તાની મહિલાને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર વાયરલ થઇ રહ્યો છે.

લાઈવ ઇવેન્ટ દરમ્યાન પાકિસ્તાની મહિલા પ્રિયંકા ચોપરા પર ભડકી ઉઠી અને પ્રિયંકા ચોપરાએ બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ કરેલી એક ટ્વીટને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ મહિલાએ પ્રિયંકા ચોપરાને કહ્યું કે ‘પ્રિયંકા તમે સંયુક્ત રાષ્ટ્રના પીઆઈએસ ગુડવિલ એમ્બેસેડર છો અને તમે પાકિસ્તાનમાં ન્યુક્લિયર વોરને પ્રોત્સાહન આપી રહયા છો.

આમાં કોઈ રસ્તો નથી. પાકિસ્તાની તરીકે મારા જેવા હજારો લોકોએ તમને તમારા બિઝનેસમાં સપોર્ટ કર્યો છે.’ જો કે મહિલાના આ સવાલો બાદ પ્રિયંકાએ ભડક્યા વિના શાંતિથી જવાબ આપ્યો.

પ્રિયંકાએ જવાન આપતા કહ્યું કે ‘મારા પાકિસ્તાનમાં ઘણા મિત્રો છે અને હું ભારતથી છું. હું યુદ્ધનું સમર્થન નથી કરતી પણ હું દેશભક્ત છું. એટલે જો મેં એ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી હોય, જે મને પ્રેમ કરે છે તો એ માટે હું માફી માંગુ છું. પરંતુ મને નથી લાગતું કે આપણે બધા જ એક જેવા છીએ.

એક માધ્ય મેદાનમાં આપણે બધાએ જ ચાલવું જોઈએ. ઠીક એ જ કે જે તમે કર્યું. એ રીતે તમે મારી પર ભડકી ઉઠ્યાં છો… છોકરી, બૂમો ન પાડ. આપણે બધા જ અહીં પ્રેમ માટે છીએ.’

પ્રિયંકા ચોપરાના આ જવાબના લોકો ખૂબ જ વખાણ કરી રહયા છે, અને ટ્વીટર પર તેમની હજારજવાબીના ખૂબ જ વખાણ થઇ રહયા છે. ફિલ્મોની વાત કરીએ તો જલ્દી જ પ્રિયંકા ફરહાન અખ્તર, ઝાયરા વસીમ સાથે ધ સ્કાય ઇઝ પિન્ક ફિલ્મમાં જોવા મળશે, જે 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks