બોલીવુડની દેશી ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એમરિકી સિંગર નિક જૉનસ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછીથી પ્રિયંકા પતિ સાથે અમેરિકામાં જ સેટલ થઇ ગઈ છે, જો કે ફિલ્મો કે અન્ય કામની બાબતે તે ભારત આવતી-જતી રહે છે.

પ્રિયંકા અમેરિકામાં રહીને પોતાના પતિ સાથેની રોમેન્ટિક તસ્વીરો શેર કરતી રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. પ્રિયંકા અને તેની સાસુ વચ્ચે ખુબ સારું એવું બોન્ડિંગ છે. બંન્નેને ઘણીવાર એકસાથે જોવામાં આવી છે.

જણાવી દઈએ કે પ્રિયંકા સાસુ ડેનિસ જૉનસની વહુ છે પણ બંન્ને વચ્ચે માત્ર 16 વર્ષનું જ અંતર છે, એટલે કે પ્રિયંકા તેની સાસુ કરતા માત્ર 16 વર્ષ જ નાની છે.

ચાહકોનું પણ માનવું છે કે પ્રિયંકા ચોપરા-ડેનિસ જૉનસ સાસુ-વહુ કરતા એકબીજાની દેરાણી-જેઠાણી લાગે છે.

સુંદરતાની બાબતમાં પણ ડેનિસ જૉનસ પ્રિયંકા ચોપરાથી કમ નથી. આ ઉંમરે પણ તેની સુંદરતા લાજવાબ છે. વ્યવસાયથી ડેનિસ એક શિક્ષિકા છે.

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000 માં જ્યારે મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો ત્યારે તેના પતિ નિક જૉનસ માત્ર 8 વર્ષના જ હતા અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.