દેશી ગર્લ અટપટી ડ્રેસમાં જોઇ લોકોનો ફૂટ્યો ગુસ્સો, બોલ્યા- દરજી બટન લગાવવાનું ભૂલી ગયો
રોયલ અલ્બર્ટ હોલમાં બાફ્ટા 2021નો ધમાકેદાર શો થયો હતો. અહીં બીજા ઇન્ટરનેશનલ સ્ટાર્સની જેમ પ્રિયંકા ચોપડા પણ પતિ નિક જોનસ સાથે સ્ટાઇલિશ લુકમાં પહોંચી હતી. પ્રિયંકાના લુકની વાત કરીએ તો, તેણે એક ક્લાસિક બ્લેક ફ્લોરેંથ ગાઉન ચુઝ કર્યુ હતુ.
આ ઉપરાંત પ્રિયંકાનો બીજો એક લુક વાયરલ થઇ રહ્યો છે, જેને કારણે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. પ્રિયંકા ફ્રંટ ઓપન ટોપમાં જોવા મળી હતી. જો કે, પ્રિયંકાનો આ અંદાજ ઘણા લોકોને પસંદ આવ્યો ન હતો. એક યુઝરે કહ્યુ કે, લાગે છે કે મેડમ તમે બ્રા પહેરવાનું ભૂલી ગયા છો. એક અન્ય યુઝરે તેને ભારતીય સભ્યતાનો હવાલો આપતા કહ્યુ કે, લિમિટમાં રહો.
કેટલાક યુઝરે તો એવો પણ સવાલ કરી દીધો કે મેનેજ કેવી રીતે કરી લીધુ. ઘણા લોકોએ પ્રિયંકાના આ લુકને કારણે તેને આડે હાથ લીધી હતી. એક યુઝરે લખ્યુ હતુ કે, કદાચ બટન લગાવવાનું ભૂલી ગઇ અને એક અન્ય એ કહ્યુ કે, બટન છે જ નહિ.
પ્રિયંકા ચોપડાએ બોલીવુડથી લઇને હોલિવુડ સુધી તેના અભિનયના દમ પર એક એલગ ઓળખ બનાવી છે. અભિનેત્રીને તેના અત્યાર સુધીના કરિયરમાં ઘણા એવોર્ડ્સ મળ્યા છે. બોલિવુડથી હોલિવુડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી 74માં બાફ્ટા એવોર્ડ સેરેમનીનો ભાગ રહી હતી. તેને આ એવોર્ડ શોના પ્રઝેંટર બનવાનો અવસર મળ્યો છે.
આ ખાસ અવસર દરમિયાન પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી ખાસ તસવીરો શેર કરી છે. ઇન્ટરનેશનલ એવોર્ડ સેરેમનીનો પ્રિયંકાનો લુક ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. તેની આ દરમિયાનની તસવીરો ઘણી જ વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે એવોર્ડ શોમાં એન્ટ્રી મારી હતી.
પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે અલગ અલગ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. પ્રિંયંકાના બંને લુકને ચાહકો ઘણો જ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકા આ તસવીરોમાં ઘણી જ બોલ્ડ લાગી રહી છે.
View this post on Instagram