મનોરંજન

પ્રિયંકા ચોપરાનો BAFTA માં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, પતિ નિક જોનસ સાથે ધમાકેદાર એન્ટ્રી, જુઓ તસવીરો

રાતોરાત છવાઇ પ્રિયંકા ચોપરા, બધા જ આખો ફાડી ફાડીને જોતા રહી ગયા

પ્રિયંકા ચોપરાએ બોલીવુડથી લઇને હોલિવુડ સુધી તેના અભિનયના દમ પર એક એલગ ઓળખ બનાવી છે. અભિનેત્રીને તેના અત્યાર સુધીના કરિયરમાં ઘણા એવોર્ડ્સ મળ્યા છે.

બોલિવુડથી હોલિવુડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી 74માં બાફ્ટા એવોર્ડ સેરેમનીનો ભાગ રહી હતી. તેને આ એવોર્ડ શોના પ્રઝેંટર બનવાનો અવસર મળ્યો છે.

આ ખાસ અવસર દરમિયાન પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી ખાસ તસવીરો શેર કરી છે. ઇન્ટરનેશનલ એવોર્ડ સેરેમનીનો પ્રિયંકાનો લુક ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. તેની આ દરમિયાનની તસવીરો ઘણી જ વાયરલ થઇ રહી છે.

પ્રિયંકા ચોપરા એ સ્ટાર્સમાંની એક છે, જેને BAFTAમાં પ્રજેંટર બનવાનો મોકો મળ્યો છે. અહીં સુધી કે, આવુ કરનાર તે ભારતની પહેલી અભિનેત્રી છે.

તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરાએ પતિ અને અમેરિકન સિંગર નિક જોનસ સાથે એવોર્ડ શોમાં એન્ટ્રી મારી હતી. નિક આ દરમિયાન બ્લેક ફોર્મલ્સમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યા હતા.

પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે અલગ અલગ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. પ્રિંયંકાના બંને લુકને ચાહકો ઘણો જ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકા આ તસવીરોમાં ઘણી જ બોલ્ડ લાગી રહી છે.

પ્રિયંકાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી જ સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 62.1 મિલિયન ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

પ્રિયંકા એ જે તસવીરો શેર કરી છે, તેમાંથી તે એક તસવીરમાં રેડ કલરના ગ્લેમરસ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીના લુકની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

પ્રિયંકાએ બીજી તસવીરોમાં બ્લેક કલીવેજ લુક પસંદ કર્યો છે. આ તસવીર પર તેમના પતિ નિક પણ કમેન્ટ કરતા પોતાને રોકી શક્યા નહિ. પ્રિયંકા આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.