વર્ષો બાદ વિદેશથી પોતાના દેશ ભારત પરત ફરી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા, બાલકનીમાં ડ્રિંકનો લુત્ફ ઉઠાવતી મળી જોવા, નથી સમાઇ રહી ખુશી

3 વર્ષ બાદ પિયર પહોંચેલી પ્રિયંકા ચોપરાના ચહેરા પર જોવા મળી ખુશી,  વર્ષો બાદ ભારત પરત ફરેલી પ્રિયંકા ચોપરા નથી ભૂલી સંસ્કૃતિ, બોલ્ડ નહિ સિંપલ કપડામાં મારી એન્ટ્રી

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષના લાંબા સમય બાદ પોતાના દેશ પરત ફરી છે. ઘરે પહોંચતા જ પ્રિયંકાએ તેના ચાહકો સાથે કેટલીક તસવીરો શેર કરી. એરપોર્ટ પર પ્રવેશતા જ પેપરાજીઓએ તેને ઘેરી લીધી હતી અને આ દરમિયાન હસીના બોલ્ડ ડ્રેસ છોડી સિંપલ કપડામાં જોવા મળી હતી. વર્ષો પછી ભારત આવ્યા બાદ પણ પીસીએ તેનો લુક કૂલ રાખીને તેને બોલ્ડનેસથી દૂર રાખ્યો હતો.

જો કે, આ દરમિયાન ચાહકો તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસને શોધતા રહ્યા, જે તેની સાથે દેખાઈ ન હતી. પ્રિયંકા ચોપરા ભલે ત્રણ વર્ષ પછી ભારત પાછી આવી હોય, પરંતુ તેણે પોતાનો લુક ખૂબ જ શાનદાર અને આરામદાયક રાખ્યો હતો. પ્રિયંકાએ લૂઝ-ફિટિંગ બ્લુ ટોપ સાથે ડેનિમ ફેબ્રિકનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જે મેચિંગ કેઝ્યુઅલ ટ્રાઉઝર સાથે મેચ હતો.

પીસીએ જે બોક્સી ટોપ પહેર્યું હતું તેમાં કોલરની વિગતો સાથે ગળાના ભાગ પર ત્રણ બટન હતા. જે તેણે ખુલ્લા રાખ્યા હતા. તેણે તેના લુકને કૂલ બનાવવા માટે, શર્ટની સ્લીવ્સ ફોલ્ડ કરી હતી. આ બ્લૂ આઉટફિટ સાથે હસીનાએ સફેદ સ્નીકર્સ પહેર્યા હતા અને તેના હાથમાં લક્ઝરી ટોટ બેગ લીધી હતી. તેના લુકને પૂર્ણ કરતાં પ્રિયંકાએ હાથમાં એક સુંદર બ્રેસલેટ પહેર્યું હતું અને હૂપ ઇયરિંગ્સ પહેરી હતી અને હસીનાએ પોતાના વાળ ખુલ્લા છોડી દીધા હતા.

ત્યારે પ્રિયંકા પોતાના પિયર ફર્યા બાદ ઘણી જ ખુશ છે. હાલમાં જ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં પિયર પહોંચેલી ‘દેશી ગર્લ’ના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. શેર કરેલી તસવીરોમાં પ્રિયંકા તેના ઘરની બાલ્કનીમાં ઉભી જોવા મળી રહી છે. તે મુંબઈના ખુશનુમા હવામાનનો આનંદ માણી રહી છે. લુકની વાત કરીએ તો પીસી બ્લેક જમ્પ સૂટમાં સ્ટાઇલિશ લાગી રહી છે.

બાલ્કનીમાં ઉભી પ્રિયંકા ડ્રિંક સાથે એક સુખદ સાંજ માણી રહી છે. અભિનેત્રીના હાસ્યમાં ઘરે આવવાની ખુશી સ્પષ્ટ દેખાય છે. પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષ બાદ ભારત આવી છે. કોરોના મહામારીને કારણે તે ભારત આવી શકી ન હતી. જોકે, તેની પુત્રી પ્રિયંકા ચોપરા સાથે ભારત પહોંચી ન હતી, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા કામના કારણે ભારત આવી છે, તેથી જ તે પોતાની દીકરીને લઈને આવી નથી.

મુંબઈ પરત ફરતા પહેલા અભિનેત્રીની ખુશીની કોઈ સીમા ન હતી. તેણે પ્લેનની અંદરથી ફોટા અને વીડિયો શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, ‘મુંબઈ મેરી જાન.’ મુંબઈમાં પોતાના ઘરે પહોંચતાની સાથે જ પ્રિયંકા ચોપરાએ આરામ કર્યો અને ટીવી પર કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’નો આનંદ માણતી જોવા મળી હતી, પ્રિયંકાએ સાથે જંક ફૂડ ખાતાનો ફોટો શેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાએ પતિ અને દીકરી સાથે દિવાળીની ઉજવણી કરી હતી. દિકરી માલતી સાથે પ્રિયંકાનો ટ્રેડિશનલ લુક જોવા મળ્યો હતો. માલતી મેરી સોશિયલ મીડિયા પર છવાયેલી હતી, જો કે, પ્રિયંકાએ તસવીરોમાં દીકરીનો ચહેરો બતાવ્યો નહોતો.

Shah Jina