પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે લંડનમાં થઇ સ્પોટ, હોટ લુક જોઇ ચાહકો થયા દીવાના, જુઓ તસવીરો

૧૦ વર્ષ નાના વિદેશી પતિ સાથે લંડનમાં આવી રીતે ક્વોલિટી સમય વીતાવી રહી છે આપણી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનસની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. નિક આ દિવસોમાં પ્રિયંકા સાથે લંડનમાં છે. બંને એક સાથે ક્વોલિટી સમય વીતાવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પ્રિયંકા અને નિકને લંડનમાં સ્પોટ કરવામાં આવ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ છેલ્લા દિવસોમાં ઘણીવાર લંડનમાં એકસાથે સ્પોટ થયા હતા. નિક અને પ્રિયંકાને કેટલીક વાર રેસ્ટોરન્ટમાં જતા અને શહેરમાં ફરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. એવામાં આ જોડીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

લંડનમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસને કયારેક લંચ તો કયારેક ડિનર ડેટ પર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. બંનેને કયારેક પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા તો કયારેક ચાહકો દ્વારા. એટલું જ નહિ બંને સાથે નોટિંગ હિલમાં પણ ફરતા દેખાયા હતા.

પ્રિયંકાને થોડા સમય પહેલા જ નિક સાથે લંડનમાં વ્હાઇટ ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે હાઇ બન અને ફેસ પર માસ્ક કેરી કર્યુ હતુુ. આ લુકમાં પ્રિયંકા ઘણી હોટ લાગી રહી હતી.

પ્રિયંકા ચોપરાના ફેન પેજ પર જોડીની ફરતા સમયની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. એવામાં એક દિવસ બંને સાથે મિત્ર Cavanaugh James અને પ્રિયંકાની બહેન તેમજ અભિનેત્રી પરિણિતી ચોપરા તેમજ તેની માતા મધુ ચોપરાને પણ સ્પોટ કરવામાં આવી હતી.

બુધવારના રોજ પ્રિયંકા અને નિકને ચેલ્સીના એક રેસ્ટોરન્ટમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. જયાં પ્રિયંકાએ બ્લેક અને વ્હાઇટ ઝેબ્રા પ્રિંટ ડ્રેસ પહેર્યો હતો અને ત્યાં નિકે ફ્લોરેલ શર્ટ અને વ્હાઇટ પેંટ પહેર્યુ હતુ. બંનેએ બ્લેક માસ્ક કેરી કર્યુ હતુ અને તેઓ રેસ્ટોરન્ટમાં જતા દેખાયા હતા.

પ્રિયંકા ઘણા સમયથી લંડનમાં છે અને તે તેની ફિલ્મો અને વેબ સીરીઝના શુટિંગમાં વ્યસ્ત છે. તે તેની સીરીઝ સિટાડેલનુ શુટિંગ કરી રહી છે. કેટલાક સમય પહેલા જ પ્રિયંકાનું રીયૂનિયન નિક જોનસ સાથે થયુ હતુ, જેની તસવીરો અભિનેત્રીએ શેર કરી હતી.

પતિ નિકના લંડન આવ્યા બાદથી પ્રિયંકા તેની સાથે સમય વીતાવવા લાગી છે. આન તો નિક જોનસ અમેરિકામાં પોતાની ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે અને તેઓ જલ્દી જ તેમના ભાઇઓ જો અને કેવિન સાથે કોન્સર્ટ ટૂર પર નીકળવાના છે. એવામાં નિક પ્રિયંકા સાથે ક્વોલિટી સમય વીતાવવા યુકે પહોંચ્યા છે.

 

Shah Jina