પ્રિયંકા ચોપરા હાલ પોતાના ભાઈના લગ્ન માટે ભારત આવી છે, ત્યારે એ પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવતી જોવા મળી હતી. હાલમાં જ પહેલા પ્રિયંકા ચોપરા તેના પરિવાર સાથે ડિનર કરવા ગઈ હતી. એ સમયે તે પોતાની મમ્મી અને પરિવારના બીજા સભ્યો સાથે જોવા મળી હતી.
રવિવારે રાતે પ્રિયંકા ચોપરા તેની બહેન પરિણીતી ચોપરા અને ગર્લગેંગ સાથે ઈશા અંબાણીના ઘરે પાર્ટી કરતી જોવા મળી હતી. જેની તસવીરો જોઈને એવું લાગી રહ્યું હતું કે ગર્લગેંગ માટે આ ખૂબ જ મસ્તીનો સમય હતો. પ્રિયંકાએ આ સમયની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઈશા અંબાણીના ઘરે ગર્લ્સે આઈસક્રીમ ઘરે બનાવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રિયંકા ચોપરાએ તસ્વીર શેર કરીને લખ્યું હતું ‘ઘરે આઈસક્રીમ બનાવી રહયા છીએ. પરફેક્ટ યજમાન ઈશા અંબાણીનો આભાર. તારું ઘર ખૂબ જ સરસ છે. હું તને પ્રેમ અને ખુશીઓ મળે એવી શુભેચ્છાઓ આપું છું.’ પછી આલિયા ભટ્ટને ટેગ કરીને લખ્યું હતું ‘તે દરેક ક્ષણની મસ્તી મિસ કરી છે.’
ઈશા અંબાણીએ પોતાની ગર્લગેંગને રવિવારે આઇસક્રીમ પાર્ટી માટે બોલાવી હતી. જેમાં તેને આલિયા ભટ્ટને પણ આમંત્રિત કરી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા, સૃષ્ટિ બહલ આર્ય, રાધિકા મર્ચન્ટ અને તમન્ના દત્ત પણ જોવા મળી હતી. જણાવી દઈએ કે, ઈશાએ પોતાના ફ્રેંડ્સને રવિવારે આઈસ્ક્રીમ પાર્ટી માટે બોલાવ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકાની બહેન પરિણીતી, સૃષ્ટિ બહલ આર્ય, રાધિકા મર્ચન્ટ અને તમન્ના દત્ત જોવા મળ્યા.

અહીં નોંધનીય છે કે ઈશા અંબાણી અને પ્રિયંકા ચોપરા સારા મિત્રો છે. બંને એકબીજાને ત્યાં પ્રસંગોમાં અને પાર્ટીઓમાં જોવા મળે છે. પ્રિયંકા ચોપરા ભારત પોતાના ભાઈના લગ્નની તૈયારીઓ માટે આવી છે. પ્રિયંકા ચોપ્રાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા ઇશિતા કુમાર સાથે લગ્ન કરવાનો છે. આ બંનેની સગાઇ ફેબ્રુઆરી મહિનામાં થઇ હતી, જેમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે હાજરી આપી હતી.

ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા લાંબા સમય પછી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. તે ફિલ્મ ‘સ્કાય ઇસ પિન્ક’માં જોવા મળશે અને તેની સાથે ફિલ્મમાં ફરહાન અખ્તર પણ જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks