મનોરંજન

સફળતા મળતાં જ પોતાના પહેલા પ્રેમને ભૂલી ગઈ પ્રિયંકા ચોપડા, આ 6 લોકો સાથે જોડાઈ ચૂક્યું છે તેનું નામ

વિદેશી નિક સાથે લગ્નના લગ્ન પહેલાં આ 6 જાણીતા સ્ટાર્સ સાથે પ્રિયંકા ચોપરાનું હતું ‘ઈલૂઈલૂ’

ફિલ્મી દુનિયા ખુબ જ અટપટી છે, અહીંયા રૂપિયા,પૈસા, નામ, ઈજ્જત, શોહરત સાથે અભિમાન પણ આવી જ જાય છે. ઘણા અભિનેતાઓને આપણે જોયા છે કે સફળતા માલ્ટા જ પોતાની કારકિર્દી દરમિયાન જે લોકો સાથે તે જોડાયા હોય છે તેમને પણ ભૂલી જાય છે.

Image Source

એવી જ એક અભિનેત્રી પ્રિયંકા ચોપડા છે જેને હાલતો અમેરિકી સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું છે, પરંતુ તેના સંઘર્ષ દરમિયાન તેની સાથે પણ ઘણા નામ જોડાઈ ગયા છે. આજે આપણે જોઈએ પ્રિયંકામાં નિક પહેલાના પ્રેમીઓ !

Image Source

1. અસીમ મર્ચન્ટ:
આ નામ કદાચ તમે નહિ સાંભળ્યું હોય, પરંતુ અસીમ મર્ચન્ટ પહેલો વ્યક્તિ હતો જે પ્રિયંકાના જીવનમાં આવ્યો હતો. અસીમ પ્રિયંકાનો પહેલો પ્રેમ માનવામાં આવે છે. પ્રિયંકા જયારે ફિલ્મોમાં આવી એ પહેલા બંને એકબીજાને ડેટ કરતા હતા.

પરંતુ જેવી જ પ્રિયંકાને બોલીવુડમાં ખ્યાતિ મળવાની શરૂ થઇ પોતાના પહેલા પ્રેમને ભૂલી ગઈ. થોડા સમય પહેલા જ અસીમ પ્રિયંકા સાથે જોડાયેલા દિવસોની એક ફિલ્મ “67 ડેજ઼” બનાવવા જઈ રહ્યો હતો. પરંતુ પ્રિયંકાએ કોર્ટની મદદ દ્વારા આ ફિલ્મ રોકાવી દીધી.

Image Source

2. અક્ષય કુમાર:
અભિનેતા અક્ષય કુમારના કેરિયર દરમિયાન ઘણી અભિનેત્રીઓના નામ તેની સહે જોડાઈ ચુક્યા છે, જેમાં એક પ્રિયંકા ચોપડાનું પણ છે અને આ વાત તેની પત્ની ટ્વિંકલ ખન્નાને સહેજ પણ પસંદ નહોતી આવી અને ટ્વિંકલે અક્ષયને વોર્નિંગ પણ આપી હતી કે તે હવે પ્રિયંકા સાથે કોઈ ફિલ્મ ના કરે ત્યારબાદ બાદ અક્ષય અને પ્રિયંકા સાથે જોવા મળ્યા નથી.

Image Source

3. હરમન બાવેજા:
અક્ષય કુમાર સાથેના બ્રેકઅપ બાદ પ્રિયંકાના જીવનમાં હરમન બાવેજા આવ્યો હતો, આ બંનેએ ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને તેમના અફેરની ચર્ચાઓ પણ ખુબ જ ચાલી હતી. આ બંનેએ ફિલ્મ 2050માં કામ કયું હતું, પરંતુ પ્રિયંકા એક તરફ સફળતાની સીડીઓ ઉપર ચડી રહી હતી તો હરમનનું કેરિયર ડૂબી રહ્યું હતું, જેના કારણે પ્રિયંકા અને હરમન વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. પરંતુ તે બંને આજે પણ સારા મિત્રો હોવાનું સામે આવે છે. બ્રેકઅપ બાદ પણ બંન્નેએ એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

Image Source

4. શાહિદ કપૂર:
પ્રિયંકા અને શાહિદે મીડિયા સામે હંમેશા પોતાના અફેરનું ખાનદાન જ કર્યું છે, છતાં પણ આ બંનેના નજીક હોવાની ખબરો અવાર નવાર આવતી જ રહે છે. એક એવી પણ ખબર આવી હતી કે ગોવામાં એક પ્રાઇવેટ પાર્ટી દરમિયાન બંનેએ એકબીજા સાથે સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ અચાનક બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

Image Source

5. શાહરુખ ખાન:
શાહરુખ અને પ્રિયંકાના અફેરની ખબરો પણ મીડિયામાં ખુબ જ ફેલાઈ હતી. આ બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને ઘણા બોલ્ડ સીન પણ આપ્યા છે. એક સમય તો એવો હતો કે શાહરુખ પોતાની ફિલ્મોમાં માટે પ્રિયંકાને જ પ્રોડ્યુસર સામે રીકમૅન્ડ કરતો, ક્યારેક શાહરૂખના પરિવામાં પણ પ્રિયંકાનું વેલકમ થતું હતું, પરંતુ શાહરુખની પત્ની ગૌરી અને તેના મિત્રોએ મળીને પ્રિયંકાનું બાયકોટ કર્યું ત્યાર બાદ શાહરૃખ અને પ્રિયંકાળગ થયા.

Image Source

6.  ગેરાર્ડ બટલર :
વિદેશી બોયફ્રેન્ડ નિક તેનો પહેલો વિદેશી બોયફ્રેન્ડ નથી આ પહેલા પણ પ્રિયંકાનું નામ હોલીવુડ એકત્ર ગેરાર્ડ બટલર સાથે પણ જોડાઈ ચૂક્યું છે.આ બંનેના અફેરની ચર્ચાઓ વિદેશમાંથી આવી હતી, પરંતુ જયારે ગેરાર્ડ ભારત આવ્યો ત્યારે પ્રિયંકાને મળવા માટે તેના જ ફિલ્મ સેટ ઉપર પહોંચ્યો હતો. અને ત્યારે આ વાત હકીકત લાગવા લાગી સાથે તે ભારત આવ્યો ત્યારે હોટેલના બદલે પ્રિયંકાના ઘરે જ રોકાયો અને તેના આવવાની ખુશીમાં પ્રિયંકાએ પાર્ટી પણ આપી હતી.આ બંનેનું અફેર પણ ખુબ ચર્ચામાં રહ્યું. જો કે આ સંબંધની હકીકત ક્યારેય સામે આવી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.