સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ પછી બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ઘણા બૉલીવુડ સેલેબ્સ પણ માનવા લાગ્યા છે એ સુશાંતને ઇન્ડસ્ટ્રીમાં ફેલયેલા નેપોટિઝમએ ડિપ્રેશનમાં લાવી દીધો હતો.

આ વચ્ચે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે નેપોટિઝમ પાર વાત કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં પ્રિયંકા કહે છે કે,”મારા માટે આ ખુબ જ કઠિન હતું. હું અહી કોઈને પણ ઓળખતી ન હતી. જ્યારે હું અહીં આવી ત્યારે અહીં દરેક કોઈ એકબીજાના સારા મિત્રો હતા”.

પ્રિયંકા કહે છે કે,”હું નેટવર્કિંગમાં કઈ ખાસ સારી ન હતી અને ન તો પાર્ટીઓમાં જતી હતી. મારા માટે એ બધું મુશેકેલ હતું પણ મેં હકીકતને સ્વીકારી કે મારે આ બધા વચ્ચે ડરવાનું નથી”.

વર્ષ 2000 માં પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો, તેની પહેલા પણ તે મિસ ઇન્ડિયા રહી ચુકી હતી. મિસ વર્લ્ડ બન્યા પછી પ્રિયંકાના વિદેશોમાં પણ ચાહકો વધવા લાગ્યા, જેના પછી તેણે હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું.

બોલીવુડમાં તેની છેલ્લી ફિલ્મ ફરહાન અખ્તર સાથેની ‘સ્કાઈ ઇઝ પિંક’ હતી. પ્રિયંકાએ અમેરિકી સિંગર અને અભિનેતા નિક જૉનસ સાથે હિન્દૂ અને ક્રિશ્ચિન રિવાજોથી લગ્ન કર્યા છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.