આ 7 તસ્વીરો જોઈને ફરી એકવાર પ્રિયંકાને લોકોએ મનફાવે તેવી સંભળાવી, ઓહ બાપ રે ડ્રેસ તો જુઓ
બોલીવુડમાં દેશી ગર્લ તરીકે નામના મેળવી ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે વિશ્વસ્તરીય અભિનેત્રી બની ચુકી છે. તે હંમેશા પોતાની સ્ટાઇલને લઈને ચર્ચામાં આવતી જોવા મળે છે. ઘણીવાર તે એવા ડ્રેસ પહેરે છે જેને જોતા જ ચાહકો તેને ટ્રોલ કરવામાં કોઈ કસર નથી છોડતા. ઘણીવાર તો તે એવા ડ્રેસ પહેરે છે જેને જોઈને પણ લોકોને શરમ આવી જાય છે અને આવું તો એકવાર નહીં પરંતુ અનેક વાર બન્યું છે કે પ્રિયંકાને તેના ડ્રેસના કારણે ટ્રોલ થવું પડ્યું હોય.

પ્રિયંકાએ આવા ડ્રેસ તો ઘણીવાર પહેર્યા છે પરંતુ એકવાર તો તેને એવો ડ્રેસ પહેર્યો હતો જેને જોતા જ લોકોએ કહ્યું હતું કે “આ શું પહેર્યું છે? આ તો કચરાના ડબ્બા જેવું લાગે છે.” આ ડ્રેસ તેને વર્ષ 2018માં એક આઉટિંગ દરમિયાન ન્યુયોર્કના રસ્તા ઉપર પહેર્યો હતો.

પ્રિયંકાએ આ દરમિયાન એક જેકેટ પહેર્યું હતું. જે તેના ચાહકોને જરા પણ પસંદ આવ્યું નહોતું. જો કે તેને કોઈ સામાન્ય કંપનીનું જેકેટ નહોતું પહેર્યું. તેને ફ્રાન્સની પ્રખ્યાત બ્રાન્ડ Monclerનું કાળા રંગનું પકી જેકેટ પહેર્યું હતું.
View this post on Instagram
જો કે પ્રિયંકાનો ઓવરલુક ખુબ જ પ્રભાવક હતો. આ કાળા રંગના જેકેટ સાથે તેને બ્લેક રંગનું જ ડેનિમ પણ પહેર્યું હતું. સાથે જ યલો હિલ્સ વાળા પમ્પ્સ અને પર્લ ઇયરિંગ સાથે તેને મેચ પણ કર્યું હતું. તો તેને આ દેખાવને વધુ સુંદર બનાવવા માટે શેડ લિપ્સની સાથે બેસ મેકઅપનો પણ ટોન રાખ્યો હતો. સાથે જ તેને ખુલ્લા મેસી હેયર તેના દેખાવને ચાર ચાંદ લગાવી રહ્યા હતા.

પરંતુ પ્રિયંકાનો આ લુક જોતા જ તેના ચાહકોએ તેનો મઝાક બનાવવાનું શરૂ કરી દીધું. અને આ ખુબ જ કિંમતી જેકેટ વાળા લુકને કચરાના ડબ્બા સાથે સરખાવવા લાગી ગયા.

હવે પ્રિયંકાના આ જેકેટને સામાન્ય સમજનારા લોકો ત્યારે દંગ રહી ગયા જ્યારે તેને આ જેકેટની કિંમત સંભળાવી. આ જેકેટની કિંમત હતી 3 લાખ રૂપિયા. જેને સાંભળીને જ લોકો હેરાન રહી ગયા હતા.

પ્રિયંકા ફેશન ક્વિન છે. અને તે હંમેશા દુનિયાની ફિકર કર્યા વગર પોતાની સ્ટાઇલને કેરી કરતી નજર આવે છે. આટલી બધીવાર ટ્રોલ થવા છતાં પણ પ્રિયંકા હમેશા કંઈક નવું કરવા માટે ઓળખાય છે.