મનોરંજન

20 વર્ષ પહેલા પરણિત શાહરુખ ખાને પ્રિયંકાને કર્યું હતું પ્રપોઝ, એક્ટ્રેસનો જવાબ સાંભળીને હેરાન થઇ ગયા હતા કિંગ ખાન

બોલીવુડના કિંગખાન શાહરુખ ખાન ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા હહોય પરંતુ એક સમય એવો હતો જેના કારણે ઘણી ઉથલપાથલ મચી ગઈ હતી. 2011માં ફિલ્મ ડોનના શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરાના અફેરની ખબરની ચર્ચાએ જોર પક્ડયું હતું.

Image source

રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, બંનેના રિલેશનશિપના કારણે શાહરુખ અને ગૌરીના છૂટાછેડાની ખબરની નોબત પણ આવી હતી. જણાવી દઈએ કે, આજથી 20 વર્ષ પહેલા 2000માં ‘મિસ ઇન્ડિયા’ સ્પર્ધા દરમિયાન શાહરુખ ખાને પ્રિયંકા ચોપરાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

જેના બદલામાં એક્ટ્રેસે જે જવાબ આપ્યો હતો તે સાંભળીને કિંગ ખાન હેરાન થઇ ગયા હતા. હાલમાં જ સ્ટાર ડસ્ટ દ્વારા ફ્લેશબેક એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો 2000નો છે, જયારે પ્રિયંકા ચોપરા મિસ ઇન્ડિયા પિઝેન્ટ કોમ્પિટિશનના ટોપ-10માં પહોંચી હતી.

જેમાં શાહરુખ ખાન જુરી મેમ્બર્સ પૈકી એક હતો. આ દરમિયાન મલાઈકા અરોરા હોસ્ટ હતી. જેમાં શાહરુખ ખાન બ્યુટી કોન્ટેસ્ટના ફાઇનલ રાઉન્ડમાં પ્રિયંકાને એ પૂછતો નજરે આવે છે.

શાહરૂખે તેના પ્રશ્નમાં પ્રિયંકાને પૂછ્યું કે તમે કોની સાથે લગ્ન કરશો? અઝહરુદ્દીન જેવા મહાન ક્રિકેટરથી, જેમના નામે ઘણા રેકોર્ડ છે અને દેશને ગૌરવ અપાવ્યું છે. અથવા મારા જેવા હિન્દી ફિલ્મ સ્ટાર, જેમની પાસે આવા કાલ્પનિક લગ્નના પ્રશ્ને તમને મૂંઝવણમાં રાખ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

પ્રિયંકાએ શાહરૂખના સવાલનો જવાબ ખૂબ જ કાળજીથી આપ્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, હું ભારતની એક મહાન ખેલાડી સાથે લગ્ન કરીશ, કારણ કે જ્યારે હું ઘરે પાછી એવું ત્યારે અમે એકબીજાને સપોર્ટ કરીએ. હું તેને કહીશ કે અરે જુઓ તમે તમારું શ્રેષ્ઠ કામ કર્યું છે. મને મારા પતિ પર ખૂબ ગર્વ હશે.

જે એક મજબૂત અને મહાન વ્યક્તિત્વ બનશે. શાહરૂખ ખાન પ્રિયંકાનો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. ડોન-1 ના શૂટિંગ દરમિયાન બંનેએ સાથે કામ કર્યા બાદ અફેરની ચર્ચા થવા લાગી હતી. ખબર તો એ પણ આવી હતી શાહરુખ ખાનના ઘર સુધી આ વાત પહોંચી ગઈ હતી.

બંનેના અફેરના ખબરની કારણે શાહરુખ અને તેની પત્ની ગૌરી ખાન વચ્ચે ઝઘડા ચાલુ થઇ ગયા છે તો તે સમયે વાત તો તે પણ મળી રહી હતી કે, ગૌરી શાહરુખ ખાન સાથે તલાક લેવા માંગે છે.

પ્રિયંકાને કારણે ગૌરી તેના પતિ શાહરુખથી ખૂબ ગુસ્સે થઈ હતી. ત્યારબાદ શાહરૂખે ગૌરીને સાંભળી હતી. એવું કહેવામાં આવે છે કે ગૌરીએ સંમતિ આપી હતી પરંતુ બદલામાં ગૌરીએ શાહરૂખને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં તે પ્રિયંકા ચોપરા સાથે ક્યારેય નહીં કામ કરશે. જે પછી બંને ક્યારેય કોઈ પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા ના હતા.

પ્રિયંકા ચોપડાની ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો સાથે અફેરને લઈને ચર્ચામાં આવી હતી. તેમાંથી હરમન બાવેજા, શાહિદ કપૂર, અક્ષય કુમાર સિવાય તેમનું નામ પણ હોલીવુડના અભિનેતા ગેરાર્ડ બટલર સાથે સંકળાયેલું હતું.

જણાવી દઈએ કે, પ્રિયંકાએ તેનાથી 10 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથે ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા.