ફિલ્મી દુનિયા

પ્રિયંકા ચોપરા માટે નિક જોનાસે ક્યારેક છત્રી તો ક્યારેક ગાઉન સરખું કરતો હતો આવ્યો નજરે, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ફેન્સનું પસંદગીનું કપલ છે. નિક અને પ્રિયંકાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. પ્રિયંકા અને નિક તેના અંદાજ માટે જાણવામાં આવે છે. પ્રિયંકા અને નિક સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Imperfect Perfections (@priyankachopra_globe) on

તાજેતરમાં પ્રિયંકા અને નિકનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે સાબિત કરે છે કે નિક જોનાસ ખૂબ સારા પતિ છે અને તે પત્નીની સારી સંભાળ રાખે છે. ખરેખર આ વીડિયોમાં નિક જોનાસ પ્રિયંકા ચોપરા માટે છત્રી પકડતો નજરે પડે છે, અને ક્યાંક તે ગાઉન સરખો કરતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Imperfect Perfections (@priyankachopra_globe) on

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનો આ વીડિયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સાથે જ ફેન્સ પણ તેની પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં લોકો નિક જોનાસની જેન્ટલમેનની અંદાજ ખૂબ પસંદ કરે છે. જણાવી દઈએ કે આ વિડીયો ગયા વર્ષે યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાનનો છે, જેને તાજેતરમાં જ તેના ફેનપેજ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ વિડિઓ અત્યાર સુધીમાં 50 હજારથી વધુ વખત જોવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Imperfect Perfections (@priyankachopra_globe) on

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા. બંનેના લગ્ન હિંદુ અને ખ્રિસ્તી રિવાજો સાથે થયા હતા. પ્રિયંકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Imperfect Perfections (@priyankachopra_globe) on

પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મ દ્વારા 3 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં એક્ટ્રેસની સાથે ફરહાન અખ્તર, જાયરા વસીમ અને રોહિત શરાફ લીડ રોલમાં જોવા મળ્યા હતા. બોલિવૂડની સાથે પ્રિયંકા ચોપરાએ પણ પોતાના કામથી હોલીવુડમાં ઘણું નામ કમાવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.