બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકી ગાયક નિક જોનાસના લગ્નને લગભગ દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો, બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે અને હંમેશા ખુશ જોવા મળતા હોય છે. બંને હંમેશા ઘણા પ્રસંગો ઉપર જાહેરમાં પણ રોમેન્ટિક થાય છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.

પણ આજે અમે તમને પ્રિયંકા અને નિક જોનાસના ઘરની અંદર લઇ જવાના છીએ, જે ઘરમાં નિક અને પ્રિયંકા રહે છે. આ આલીશાન ઘરની અંદરની તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનું નવું ઘર ખુબ જ સુંદર છે. તેમનું આ ઘર લોસ એન્જીલસમાં આવેલું છે જે ઘર આજકાલ ખુબ જ ચર્ચામાં છે. સુંદર દેખાતું આ ઘર નિક જોનાસે પ્રિયંકાને ભેટમાં આપ્યું હતું, આ ઘરની સજાવટ પણ બંનેએ સાથે મળીને કરી છે.

તેમનું આ ઘર કોઈ લક્ઝુરિયસ હોટેલથી ઓછું નથી. રિપોર્ટ પ્રમાણે જોઈએ તો તેમનું આ ઘર 20 હજાર સ્કવેરફૂટમાં ફેલાયેલું છે જેની અંદર 7 બેડરૂમ અને 11 બાથરૂમ છે. ઘરની ડિઝાઇન ખુબ જ હટકે છે. વાયરલ થયેલી તસ્વીરોમાં તમે ઘરની ડિઝાઇન પન્ન જોઈ શકો છો.

એટલું જ નહિ પરંતુ પ્રિયંકા અને નિકના આ લક્ઝુરિયસ ઘરની અંદર મુવી થિયેટર, બાર, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ, એક મોટો સ્વિમિંગ પુલ અને જિમ પણ છે. આ ઘરમાંથી પર્વતોનું દૃશ્ય પણ દેખાય છે. પ્રિયંકા અવાર નવાર ત્યાંથી તસવીરો શેર કરે છે.

વાત કરીએ 20 હજાર સ્કવેરફૂટમાં ફેલાયેલા આ ઘરની કિંમતની તો આ ઘરની કિંમત 151 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. ઘરની અંદરની જે તસવીરો સામે આવી છે તે જોઈને કોઈની પણ આંખો ખુલ્લી રહી જાય, આ ઘરમાં બધી જ સુવિધા હાજર છે. તેના ઇન્ટિરિયર ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.