બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને આજે એક વર્ષ પૂરું થયું છે.

એક વર્ષ પહેલા જ પ્રિયંકાએ તેના કરતા 10 વર્ષ નાના હોલીવુડ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકાના લગ્ન જોધપુરના ઉમેદ પેલેસમાં થયા હતા. પ્રિયંકા-નિકના લગ્નને ગયા વર્ષના સૌથી શાહી લગ્ન ગણવામાં આવતા હતા.

આ કપલે 1 અને 2 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી અને હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. હિન્દૂ રિવાજો અનુસાર થયેલા લગ્નમાં પ્રિયંકાએ લગ્નનો લાલ પોશાક પહેર્યો હતો અને નિકે શેરવાની પહેરી હતી.

લગ્નને એક વર્ષ પૂરું થયું છે ત્યારે પ્રિયંકા-નિકે લગ્નની કેટલીક ન જોવાયેલી તસ્વીરો શેર કરી છે.

પ્રિયંકાએ એક વીડિયો સાથે બે ફોટો પણ શેર કર્યા છે. વીડિયોમાં પ્રિયંકા-નિક એકબીજાના હાથ પકડેલા નજરે પડે છે. ત્યારે એક તસ્વીર ફેરા લેતા સમયની છે અને બીજી તસ્વીર કિસ કરતી છે. આ તસ્વીરોની સાથે જ પ્રિયંકાએ નિક માટે એક પ્રેમભર્યું કેપ્શન પણ લખ્યું હતું.
View this post on Instagram
પ્રિયંકાએ કૅપ્શનમાં લખ્યું, ‘મારું વચન… ત્યારે, આજે અને હંમેશાં… તમે મને એક જ ક્ષણમાં ખુશી, ઉત્તેજના, જુસ્સો અને સંતુલન બધું જ આપો છો. મને મળવા બદલ આભાર… લગ્નની પ્રથમ વર્ષગાંઠની શુભેચ્છા.’
View this post on Instagram
નિકે પણ પ્રિયંકા સાથે લગ્નની તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ક્રિશ્ચિયન લગ્નની તસ્વીર છે. તસ્વીર શેર કરતી વખતે નિકે કેપ્શનમાં લખ્યું કે, ‘એક વર્ષ પહેલા આ દિવસે આપણે હા કહ્યું … હું તને મારા દિલથી ચાહું છું.’

પ્રિયંકા-નિકના ક્રિશ્ચિયન વેડિંગમાં 18 ફૂટ ઊંચી કેક બનાવવામાં આવી હતી. પ્રિયંકા-નિકે તલવારથી કેક કાપી રહ્યાની તસ્વીરો સામે આવી હતી.

આ કેક આખા લગ્ન દરમિયાન ચર્ચાનો વિષય રહી હતી. નિકે મહેમાનોની આગતા સ્વાગતા માટે કુવૈત અને દુબઈથી પોતાના અંગત શેફ બોલાવ્યા હતા.

પ્રિયંકાએ ક્રિશ્ચિયન લગ્ન માટે જે વ્હાઇટ ગાઉન પહેર્યું હતું તે ડિઝાઇનર રાલ્ફ લોરેન દ્વારા ડિઝાઇન કરાયું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગાઉનમાં 23 લાખ 80 હજાર મોતી જડાયેલા હતા. આટલું જ નહીં, તેને તૈયાર કરવામાં લગભગ 1826 કલાકનો સમય લાગ્યો હતો.

પ્રિયંકાએ ગાઉન સાથે તેના માથા પર 75 ફૂટ લાંબી વેલ લગાવી હતી, જેને કારણે તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી. કોઈ યુઝરે પ્રિયંકાના ગાઉનને ક્રિકેટ પિચનું કવર હોવાનું કહ્યું ત્યારે કોઈએ મચ્છરદાની કહી કહ્યું હતું.

પ્રિયંકા-નિકના લગ્નના એક વર્ષ પૂરું થયું છે. પ્રિયંકા-નિકના લગ્ન ક્રિશ્ચિયન અને હિન્દુ રિવાજો બંને સાથે થયાં હતાં. પ્રિયંકાએ લગ્નને પ્રાઇવેટ રાખ્યા હતા અને બે દિવસ પછી જ તેના લગ્નની તસ્વીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

પ્રિયંકાએ પહેલા ક્રિશ્ચિયન રિવાજથી થયેલા લગ્નની ઘણી તસ્વીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી.

ત્યારબાદ હિન્દુ રિવાજ અનુસાર થયેલા લગ્નની તસ્વીરો પણ સામે આવી હતી. 2 ડિસેમ્બરે હિન્દુ રિવાજ અનુસાર લગ્ન થયા હતા.

4 ડિસેમ્બરે પ્રિયંકા-નિકે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા ગોલ્ડન કલરના લહેંગા સાથે ચૂડા પહેરીને ખૂબ જ સુંદર દેખાઈ હતી.

આ પછી, મુંબઈમાં એક રિસેપ્શન પણ આપવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ આવી હતી. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.