મનોરંજન

પતિ સાથે ઘોડેસવારી પર નીકળી પડી પ્રિયંકા ચોપરા, નિકે તસવીરે શેર કરી કહ્યું કંઇક આવું!

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે ક્યાંકને ક્યાંક સ્પોટ થતી રહે છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. પ્રિયંકા અને નિકની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેની તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે વીકએન્ડનો આનંદ માણતી નજરે આવે છે. આ તસ્વીર જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે કેટલી ખુશ છે. નિક જોનાસએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસ્વીર શેર કરી છે. આ તસ્વીર જોઈ શકાય છે કે, આ કપલ ઘોડેસવારી કરતું નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas💞 (@vintage_priyanka_chopra) on

આ તસ્વીર કૈલિફોર્નિયાના કારપિનટેરીયાની છે. તેની આ તસ્વીર શેર કરતા જ લોકેશનની જાણકારી પણ આપી છે. નિકે આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘સન્ડે’. આ તસ્વીર પરથી જોઈ શકાય છે કે, બંનેએ ગત રવિવારે સાથે સમય પસાર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

નિકે આ સિવાય જે તસ્વીર શેર કરી છે તેમાં જંગલ અને સમુદ્ર કિનારો નજરે ચડે છે. પ્રિયંકા અને નિક બંને કાઉબોય લુકમાં નજરે ચડે છે. બંને એકબીજાને જોઈને ખુલીને હસી રહ્યા છે. પ્રિયંકા અને નિકની આ તસ્વીર ફેન્સને બહુ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alldatmatterz (@instanews.adm) on

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ ફક્ત અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. જ્યારે પણ નિક પ્રિયંકા સાથે તસ્વીરો શેર કરે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas💞 (@vintage_priyanka_chopra) on

તાજેતરમાં જોનાસ બ્રધર્સના આલ્બમ સકરને એક વર્ષ થયું હતું. આ પ્રસંગે નિકે પ્રિયંકા અને પરિવાર સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. તસ્વીરમાં નિક અને પ્રિયંકા હાથ પકડતાં નજરે પડે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.