આખરે આવી જ ગયું પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની લાડલી દીકરીનું નામ સામે

બોલીવુડના સેલેબ્સ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે, તેમના અંગત જીવનને લઈને પણ ચાહકો દરેક અપડેટ્સ મેળવતા હોય છે. હાલમાં જ આલિયા અને રણબીરના લગ્નએ લાઇમ લાઈટ લૂંટી હતી, પરંતુ હવે દેશી ગર્લ પ્રિયંકા ચોપડાની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસે તેમની દીકરીનું નામ કહેર કરી દીધું છે, અને આ નામ સાંભળીને ચાહકો પણ હવે પ્રિયંકાના વખાણ કરવા લાગ્યા છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે દંપતીએ સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકનું એકસાથે સ્વાગત કર્યું હતું. જો કે બંનેએ તેમની જાહેરાતમાં એ વાતની પુષ્ટિ કરી ન હતી કે તેમને પુત્ર છે કે પુત્રી, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે બંને એક બાળકીના માતા-પિતા બન્યા છે. નાની દીકરીને આવકાર્યાના ત્રણ મહિના પછી, TMZ એ હવે તેમની દીકરીના નામની જાણ કરી છે.

TMZ અનુસાર જેણે કથિત રીતે પ્રિયંકા અને નિકના બાળકનું જન્મ પ્રમાણપત્ર મેળવ્યું હતું અને તે પ્રમાણપત્રમાં ઉલ્લેખિત નામ છે – માલતી મેરી ચોપરા જોનાસ. દસ્તાવેજ જણાવે છે કે માલતીનો જન્મ કેલિફોર્નિયાના સાન ડિએગોમાં 15 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યા પછી થયો હતો, જ્યારે દંપતીએ બાળકના નામની પુષ્ટિ કરી નથી, એવું લાગે છે કે નામ બંને માટે સમાન છે. અને આ નામનો વિશેષ અર્થ હોઈ શકે છે. આ દંપતિએ તેમની પુત્રીના નામ સાથે તેમની બંને પરંપરાઓનું સન્માન કરવાનું ચાલુ રાખ્યું છે અને તેથી તેમણે હિંદુ નામ તેમજ મધ્યમ નામ મેરી પસંદ કર્યું છે.

પ્રિયંકા અને નિકે 21 જાન્યુઆરીએ તેમના ઘરે આવેલી લક્ષ્મીનું સ્વાગત કરવાના સારા સમાચાર આપ્યા હતા. નવજાતના માતાપિતાએ આ સમાચાર તેમના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેમણે લખ્યું- “અમે એ વાતની પુષ્ટિ કરતા ખૂબ જ ખુશ છીએ કે અમે સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે.” પ્રિયંકા અને નિકે બાળકના જન્મ પછી બાળકનો કોઈ ફોટો શેર કર્યો નથી.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે ભલે 21 જાન્યુઆરીએ બાળકીના જન્મની જાહેરાત કરી હતી, પરંતુ અહેવાલો અનુસાર આ તારીખના 12 અઠવાડિયા પહેલા બાળકીનો જન્મ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાળકનો જન્મ એપ્રિલમાં થવાનો હતો પરંતુ પ્રી-મેચ્યોર ડિલિવરીને કારણે બાળકને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું.

Niraj Patel