મનોરંજન

આને કહેવાય દરિયાદિલી, કૉન્સર્ટમાં ન આવી શકતા ચાહકને મળવા હૉસ્પિટલમાં પહોંચ્યાં પ્રિયંકા-નિક બ્રધર્સ- જુઓ તસ્વીરો

કોઈપણ સ્ટારનું સ્ટારડમ એ વાત પર આધાર રાખે છે કે તેમના કેટલા ચાહકો છે. એવામાં સ્ટાર્સ પ્રયત્ન કરે છે કે તેઓ પોતાના ચાહકોને ખુશ રાખી શકે. કંઈક આવુ જ પ્રિયંકા ચોપરા અને જોનસ બ્રધર્સે કર્યું હતું. હાલમાં જ તેમનો હેપીનેસ બિગિન્સ કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું. જેમાં પ્રિયંકા ચોપરા અને બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

Today in NYC #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

આ કોન્સર્ટ પછી જોનસ બ્રધર અને પ્રિયંકા પોતાની એક બીમાર ચાહકને મળવા હોસ્પિટલ ગયા હતા. જોનસ બ્રધર્સ અને પ્રિયંકાએ લિલી જોર્ડન નામની એક ચાહકને હોસ્પિટલમાં જઈને સરપ્રાઈઝ આપી હતી.

 

View this post on Instagram

 

I’ve had 3 fevers this week!! But now I’m feeling great!! #tgif #survivingandthriving #thesunwillriseandwewilltryagain

A post shared by Lily Jordan (@ljsworkinprogress) on

જોનસ બ્રધર્સનો કોન્સર્ટ પેનિસ્લીવેનિયામાં હતો. આ કોન્સર્ટના એક દિવસ પહેલા લિલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સને કહ્યું કે તે જોનસ બ્રધર્સને ટેગ કરે અને તેમને મળવાનું કહે કેમકે લિલી જોર્ડનને કેન્સર છે અને તે હોસ્પિટલમાં કોમોથેરેપી લઇ રહી છે. તે જોનાસ બ્રધર્સ એટલે નિક, જો અને કેવિનની ખુબ જ મોટી ચાહક છે.

 

View this post on Instagram

 

@dior – Paris. Maria Grazia, thank you for having us. 💚

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

લિલીની હોસ્પિટલ કોન્સર્ટના સ્થળની એકદમ સામે જ હતી. તેની ઈચ્છા પુરી કરવા પ્રિયંકા અને જોનસ બ્રધર્સ તેને સરપ્રાઈઝ આપવા પહોંચ્યા હતા. આ ખાસ ફોટોસને તેમને ચાહકે શેર કર્યા છે. પ્રિયંકાનો અને જોનસ બ્રધર્સનો આ સરપ્રાઈઝવાળો એક વીડિયો પણ આવ્યો હતો જે લોકોને ખુબ જ ગમ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકો છે કે લિલી જયારે જોનસ બ્રધર્સને તેની સામે જુએ છે ત્યારે તેની ખુશીનું કોઈ ઠેકાણું જ ન રહ્યુ. જયારે પ્રિયંકા રૂમમાં આવી અને તેને હાથ મિલાવ્યો ત્યારે લિલીની ખુશીઓ 10 ગણી વધી ગઈ હતી. હાથ મિલાવીને પ્રિયંકા દરવાજાની પાછળની દિવાલને ટેકો આપીને ઉભી હતી. તેમની ચાહકને આ આટલી ખુશ જોઈને નિક, જો અને કેવિને તેની સાથે સેલ્ફી પણ પડાવી હતી. લિલીને મળેલું આ સરપ્રાઈઝ મેડિકલ સેન્ટરના ફેસબૂક પેજ પર પણ શેર કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks