મનોરંજન

પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલીએ દુનિયાભરમાં એવો રેકોર્ડ બનાવ્યો જે જોઈને ભલભલાને ઈર્ષા થશે

બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો ઝલવો વિદેશમાં પણ જોવા મળે છે. પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા સમયથી બોલીવુડથી વધારે હોલીવુડમાં સક્રિય રહે છે. સોશિયલ મીડિયામાં પણ પ્રિયંકા ચોપરાનો ઝલવો જોવા મળે છે. પ્રિયંકાએ વધુ એક ખિતાબ તેના નામ પર કરી લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર કુલ 50 લાખથી વધુ ફોલોઅર થઇ ગઈ છે. આ પરથી કહી શકાય કે, પ્રિયંકા બોલીવુડની એક એવી એક્ટ્રેસ છે જેના સૌથી વધુ ફોલોઅર ઇન્સ્ટાગ્રામમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જો વાત બધા જ ભારતીય સિતારાઓની કરવામાં આવે તો પ્રિયંકા આજે પણ ઇન્સ્ટાગ્રામના ફોલોઅરમાં બીજા નંબર પર છે. જણાવી દઈએ કે, વિરાટ કોહલી સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર ધરાવતો ભારતીય બની ગયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં વિરાટ કોહલીના 50 લાખથી વધુ ફોલોઅર થઇ ગયા હતા. 50 લાખ ધરાવતો પહેલી ભારતીય બની ગયો હતો. હાલ તેની એપ પર 50.5 મિલિયન ફોલોઅર છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on

આ સાથે જ તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપરા બાદ આ લિસ્ટમાં દીપિકા પાદુકોણનું નામ પણ આવે છે. હાલ તો દીપિકા પાદુકોણના 4.4 મિલિયન ફોલોઅર છે. ભારતીયમાં ફક્ત વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપરા જ એવા સેલિબ્રિટી હતા જેને 2019માં ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં જગ્યા બનાવી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે બૉલીવુડની ફિલ્મ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સિવાય જાયરા વસીમ અને રોહિત સરાફ નજરે આવ્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર કંઈ વધુ કમાલ કરી શકી ના હતી. પ્રિયંકા ચોપરા જલ્દી જ વ્હાઇટ ટાઇગરમાં નજરે ચડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.