ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા પછી તે અવારનવાર ચર્ચાઓમાં આવતી રહે છે. પ્રિયંકા અને નિક વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી અને બોન્ડિંગ જોવા મળે છે. પરંતુ પ્રિયંકા ચોપરાનું કહેવું છે કે તે પતિ નિક જોનસ સાથે ક્યારેય પ્રોફેશન રીતે ગીત નહિ ગાય.
એમ તો અભિનયની સાથે સાથે પ્રિયંકા સારું ગાઈ જાણે છે, પણ એક ચેટ શોમાં પ્રિયંકા ચોપરાએ પોતાના અંગત જીવનને લઈને ઘણા ખુલાસાઓ કર્યા જેમાં તેને કહ્યું કે નિક જોનસ સાથે તે કોઈ પણ પ્રોફેશન ગીત ગાવા નથી માંગતી.
પ્રિયંકાનું કહેવું છે કે મને મ્યુઝીકનો શોખ છે પણ આ ફિલ્ડની જાણકારી ઘણી ઓછી છે. નિકની સાથે ગીત ગાવાનો અર્થ છે કે એમાં મહારથ પ્રાપ્ત કરવી, જે મને નથી. પિયનકા ચોપરાએ જણાવ્યું કે નિક જોનસ જાતે ગીતો બનાવે છે, લિરિક્સ લખે છે અને કમ્પોઝ પણ જાતે જ કરે છે.
View this post on Instagram
પ્રિયંકા ઘણીવાર નિક સાથે તેમના ગીતો ગણગણતી જોવા મળે છે. પ્રિયંકાએ એમ પણ જણાવ્યું કે નિક જોનસ રોજ સવારે ઉઠીને તેમની માટે ખાસ પરફોર્મન્સ આપે છે. તેને સવારે ઉઠીને રેડિયો ગીતો સાંભળવાની જરૂર નથી પડતી, કારણ કે નિક પિયાનો સાથે તેના માટે ગીત ગાય છે.
ફિલ્મોની વાત કરીએ તો એ જલ્દી જ નેટફ્લિક્સની ફિલ્મ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં હશે. આ ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે. આ સિવાય પ્રિયંકા પાસે હોલિવૂડના પણ કેટલાય પ્રોજેક્ટ્સ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.