ફિલ્મી દુનિયા

પ્રિયંકાની આ ડિમાન્ડ નિક નથી કરી શકતો પુરી, આ કારણે 3થી 4 મહિને આવી જાય છે મુંબઈ

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ભલે અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને અમેરિકામાં ઠરીઠામ થઇ ગઈ હોય પરંતુ તે ભારત આવતી જતી રહે છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. પ્રિયંકા તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા અને નિક એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. પરંતુ થોડા-થોડા મહિને પ્રિયંકા ભારત આવતી-જતી રહે છે. નિક તેના દેશમાં પ્રિયંકાની એક નાની ઈચ્છા પુરી નથી કરી શકતો તેથી પ્રિયંકાને ભારત આવવું-જવું પડે છે. આ વાતનો ખુલાસો હાલમાં જ પ્રિયંકાએ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,આમ તો નિક મારી બધી જ ડિમાન્ડ પુરી કરે છે. પરંતુ અમુક વસ્તુ એવી છે કે, નિક ઇચ્છવા છતાં પણ મારી આ ડિમાન્ડ પુરી નથી કરી શકતો. મારીએ ડિમાન્ડ છે રાજમા ચાવલ અને પાણીપુરી. નિક ઇચ્છવા છતાં પણ મારી આ ડિમાન્ડ પુરી નથી કરી શકતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, અમેરિકામાં પેક્ડ રાજમા ચાવલ મળે છે પરંતુ તેમાં ઘર જેવો ટેસ્ટ નથી મળતો. મને માવતરની વધુ યાદ નથી આવતી કારણકે મારી માતા અમેરિકા આવતી જતી રહે છે. પરંતુ હું સૌથી વધુ રાજમા ચાવલ અને પાણીપુરીને યાદ કરું છું જેના કારણે હું 3થી 4 મહિને મુંબઈ જાવ છું. પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે, હું પાણીપુરી ખાવાની એટલી બધી શોખીન છું કે, હું એક જ વારમાં 15થી 20 પાણીપુરી ખાઈ જાવ છું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ માં જોવા મળી હતી. આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. પરંતુ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કલેક્શન કરી શકી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.