અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ અનેક કારણોસર ચર્ચામાં છે. તેવામાં પ્રિયંકાએ 23 નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલા શો ‘ધ જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’માં એવું નિવેદન આપ્યું છે કે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. શો દરમ્યાન પ્રિયંકાએ પતિ નિક જોનાસ અને તેના પરિવારને ખુબ રોસ્ટ કર્યા હતા. આ શોમાં તેણે નિક સાથે બેબી પ્લાનિંગ વિશે પણ જણાવ્યું હતું.
નિકના ભાઈઓનું ઉદાહરણ આપતા પ્રિયંકા મજાકમાં કહે છે કે, “અમે એકમાત્ર એવા કપલ છીએ જેમણે હજુ સુધી સંતાન નથી થયું. તેથી જ આજે હું બધાની સામે કહેવા માંગુ છું કે નિક અને હું બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. પ્રિયંકા આગળ કહે છે કે,”આજે રાત્રે અમે ખુબ દારૂ પીશું અને કાલે સવાર સુધી સુતા રહીશું.”
તે પછી અભિનેત્રી નિકને કહે છે કે, “હું બેબીસીટ કરવા માંગતી નથી મારો મતલબ છે કે કોઈ બીજા સાથે લગ્ન કરી લો.” પ્રિયંકાએ આ બધું શોમાં મજાકમાં કહ્યું છે, જેનો અર્થ એ છે કે અભિનેત્રી હજુ પણ બાળકના આયોજનને લઈને ગંભીર નથી અને તે માત્ર જીવનને ખુબ સુંદર રીતે જીવવા માંગે છે. જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન 2018માં રાજસ્થાનમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.
શોમાં બેબી પ્લાનિંગ પર મજાક કરવા ઉપરાંત પ્રિયંકાએ પતિ નિક જોનાસ અને તેના ભાઈઓને પણ રોસ્ટ કર્યા હતા. તેણે આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પ્રિયંકાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. ઘણા દિવસોથી પ્રિયંકા ચોપરા છૂટાછેડાના સમાચારને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે ત્યારબાદ તેની માતા મધુ ચોપરાએ આ અહેવાલોને અફવા ગણાવી હતી.
View this post on Instagram