મનોરંજન

પ્રિયંકા અને નિકનો આ બૉલીવુડ ગીત પર ડાન્સ જોઇને તમે પણ હસી હસીને ઊંધા વળી જશો

બૉલીવુડથી હોલીવુડ સુધી ધૂમ મચાવનાર પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનસની જોડીને લોકો બહુજ પસંદ કરી રહ્યા છે. બન્નેની ખુબસુરત તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં જ નિક અને પ્રિયંકાનો મજેદાર વિડીયો સામે આવ્યો છે. જેમાં નિક બોલીવુડના ગીત પર ઠુમકા લગાવતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

Unseen 😍 📷 via @joejonas instagram ❤ #Priyankachopra #Nickjonas #Nickyanka #mrandmrsjonas

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

હાલમાં જ નિક જોનાસને 27 વર્ષ પુરા કર્યા છે. આ મૌકા પર નિકના ભાઈ કેવિન જોનસ અને તેની પત્ની ડેનિયલે નિકનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં લખ્યું લખ્યું છે કે, હેપી બર્થડે નિક જોનસ, તારાથી અને તારા ડાન્સ મૂવ્સથી પ્રેમ છે.

 

View this post on Instagram

 

Happy birthday Nick 🍻 #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

આ વિડીયોમાં નિક જોનાસ પત્ની પ્રિયંકા સાથે બૉલીવુડ સોન્ગ હોલી હોલીમાં દેશી અંદાજથી ઠુમકા લગાવે છે. નીકની સાથે પ્રિયંકાની પણ ડાન્સ કરી રહી છે. જોઈ શકાય છે કે, વીડિયોમાં પ્રિયંકા નિકના આ દેશી અવતાર જોઈને તાળી પાડીને તેની તારીફ કરે છે. ડેનિયલ જોનસ દ્વારા શેર કરેલા આ વીડિયોમાં પ્રિયંકાએ કમેન્ટ કરતા લખ્યું હતું કે, અમેજીંગ હાહાહા…

 

View this post on Instagram

 

happy birthday @nickjonas! love you and your dance moves so much! ❤️

A post shared by 💋Danielle💋 (@daniellejonas) on

પ્રિયંકાએ નીકને એક ખાસ રીતે બર્થડે વિશ કર્યું હતું. પ્રિયંકાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો શેર કરીને બર્થડે વિશ કર્યું હતું. જેમાં પ્રિયંકા અને નિકના લગ્નથી લઈને અત્યાર સુધીની સફર નજરે આવી હતી.

પ્રિયંકા અને નિકે સાથે વિતાવેલા બધા જ પળનો સમાવેશ થાય છે. વિડીયોની સાથે પ્રિયંકાએ કેપ્સન લખ્યું હતું. જેમાં લખ્યું હતું કે. તું મારી જિંદગીની રોશની છે. તારી સાથે વિતાવેલો દરેક દિવસ પહેલાથી બહેતર હોય છે. તને દુનિયાની બધી ખુશી મળે. સૌથી વધુ પ્રેમ કરવા વાળો માણસ છે. મારો બનવા માટે આભાર. હેપ્પી બર્થડે જાન. આઈ લવ યુ નિક જોનાસ.

 

View this post on Instagram

 

Nick & Priyanka in Chicago last night 💕 #nickjonas #priyankachopra #nickyanka

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

તો નિકના બર્થડેની એક ફોટો વાયરલ થઇ છે. આ તસ્વીરમાં પ્રિયંકા નિકના ખંભા પર માથું રાખીને કેકને જોતી નજરે ચડે છે. પ્રિયંકાએ નિકના જન્મદિવસ પર આલ્કોહોલ બ્રાન્ડ વીલા વન બોટલ જેવી કેક બનાવી છે.

 

View this post on Instagram

 

More of Nick & Priyanka today in NYC 💕💕 #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’ 11 ઓક્ટોબરે રિલીઝ થશે. પ્રિયંકાએ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં પ્રિયંકા ફરહાન અખ્તર સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

Nick & Priyanka in NYC today ♥️ #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

થોડા દીવસ પહેલા આ ફિલ્મનું સ્ક્રિન્ગ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ દરમિયાન દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી હતી. લોકોનો આટલો સારો રિસ્પોંસન જોઈને પ્રિયંકા ઈમોશનલ થઇ ગઈ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks