મનોરંજન

ન્યુયોર્કના રસ્તાઓ પર પતિ નિકનો હાથ પકડીને આવા અંદાજમાં જોવા મળી દેસી ગર્લ પ્રિયંકા ચોપરા

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પતિ નિક જૉનસ સૌથી વધારે ચર્ચામાં રહેનારી જોડી છે. બંને મોટાભાગે એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળે છે. મોટાભાગે તેઓ પોતાની રોમેંટિક તસ્વીરો કે વેકેશનની તસ્વીરોને લીધે ચર્ચામાં આવી જ જાય છે. પ્રિયંકા પોતાની સ્ટાઇલ અને ફેશનને લીધે પણ લોકોની નજરમાં આવી જ જાય છે.

 

View this post on Instagram

 

Priyanka and Nick last night #nickjonas #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

એવામાં એક વાર ફરીથી પ્રિયંકા પોતાના પતિ નિક અને પરિવારની સાથે જોવામાં આવી છે. આ તસ્વીરમાં પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી હતી. તસ્વીરો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે બંન્ને એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને પોતાના વ્યસ્ત હોવા છતાં પણ બંન્ને પોતાના પરિવારની સાથે પણ સમય વિતાવતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

More 💕 #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

માનવામાં આવી રહ્યું છે કે તસ્વીરો ન્યુયોર્કની છે અને તેની સાથે માં મધુ ચોપરા પણ છે. વાઇરલ તસ્વીરોમાં પ્રિયંકાએ પતિનો હાથ પકડી રાખેલો છે.

 

View this post on Instagram

 

Here you go more 💛 #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

તસ્વીરમાં પ્રિયંકાએ લાઈટ ગ્રીન કલરનો ચેક્ડ ડ્રેસ પહેરી રાખ્યો છે અને હાઈ હિલ્સ પણ પહેરી રાખ્યા છે. આ સિવાય તેણે સફેદ રંગનું પર્સ પણ હાથમાં રાખ્યું છે અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. જ્યારે નિક ડેનિમ શર્ટ, બ્લેક જીંસ, અને સફેદ રંગના બુટ પહેરેલા કૈજ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

Priyanka and the family in NYC today #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

આ સિવાય તસ્વીરોમાં તેઓની સાથે એક ક્યૂટ બાળકી પણ દેખાઈ રહી છે. તે બીજું કોઈ નહિ પણ નિકના ભાઈ કેવિન જૉનસની દીકરી છે.

 

View this post on Instagram

 

Priyanka, Nick and his nieces in NYC today ⭐️ #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ પ્રિયંકા ‘દ સ્કાઈ ઈ પિન્ક’ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સોનાલી બોસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થઇ શકે તેમ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks