‘ધ ફેમિલી મેન 2 ની સુચીએ શેર કરી તસવીરો, લોકોએ કહ્યું- ‘શ્રીકાંત સાથે સારુ ન કર્યું તે’
મનોજ બાજપેયીના ચાહકોની રાહ આખરે પુરી થઇ. ‘ધ ફેમિલી મેનની’ બીજી સીઝન હાલમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ છે.
જેને લોકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. શોમાં મનોજ બાજપેયી, પ્રિયામણિ, સમંથા અક્કિનેની શારિબ હાશ્મી જેવાં દિગ્ગજ સ્ટાર્સ છે. મનોજ બાજપેયીએ ‘શ્રીકાંત’ના કિરદારમાં ફરી વાર ચાહકોનું દિલ જીતી લીધું છે.
આ નવી સીઝનમાં મનોજની સાથે સાઉથ અભિનેત્રી સામંથા અક્કીનેની પણ નજર આવી રહી છે. પ્રિયામણી સીરીઝમાં ભલે સિમ્પલ નજર આવી રહી છે પણ તે રીઅલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને હોટ છે.
પ્રિયામણી સાઉથ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી છે. પ્રિયાએ તેની કારકિર્દીમાં ઘણી બધી હિટ ફિલ્મો કારી છે. પ્રિયામણીએ લગભગ બધા હિટ અભિનેતાઓ સાથે કામ કરેલું છે. એટલું જ નહિ પિયાને તેના સારા કામ માટે ત્રણ વાર ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
તેમજ તે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ જીતેલી છે. તેને આ નેશનલ એવોર્ડ વર્ષ 2005માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘પારુથીવીરન’ માટે મળ્યો હતો. બોલિવૂડ ફિલ્મની વાત કરીએ તો તે હિન્દી સિનેમાની વર્ષ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ “રાવણ”માં પણ નજર આવી હતી.
તે ફિલ્મ સિવાય અભિષેક બચ્ચન, એશ્વર્યારાય બચ્ચન, ચિયન વિક્રમ અને ગોવિંદા જોડે મુખ્ય ભૂમિકામાં હતી. એટલું જ નહિ પ્રિયામણી રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘રક્ત ચરિત્ર 2’માં પણ નજર આવી હતી. તે ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં હતા.
પ્રિયામણીએ બોલિવૂડના કિંગ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફેમસ ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં સ્પેશિયલ રોલ કર્યો હતો. તે ફિલ્મમાં ‘ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર..’ ગીતમાં દેખાઈ હતી. તે ગીત ખુબ જ હિટ થયું હતું.
પ્રિયામણી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેની હોટ અને બોલ્ડ તસવીર શેર કરતી રહે છે. તેનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ગ્લેમરસ તસ્વીરોથી ભરેલું છે. તેમજ તેના ચાહકો અભિનેત્રીની તસવીરોને ખુબ જ પસંદ કરે છે બસ તેના લીધે જ પ્રિયામણીની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા વાર નથી લાગતી.