ખબર

થપ્પડ મારવા વાળી પ્રિયદર્શનીએ આપી હવે ધમકી, આ ચુપચાપ કરો નહિ તો પોલ ખોલી નાખીશ

થપ્પડ ગર્લનો બહુત મોટી માણસ નીકળી, એવી એવી ધમકી આપી કે ભલભલા ફફડી ઉઠશે

લખનઉના ચાર રસ્તા ઉપર કેબ ડ્રાઈવર ઉપર એક પછી એક થપ્પડ મારનારી પ્રિયદર્શની હવે આ મામલામાં સમાધાન કરવાની વાત જણાવી રહી છે. આજતક સાથેની વાતચીતમાં પોલીસ ઉપર આરોપ લગાવતા તેને જણાવ્યું હતું કે જો પોલીસે તેમનું કામ બરાબર રીતે કર્યું હોતું તો તેને થપ્પડ મારવાની જરૂર ના પડતી. પોલીસે તેમનું કામ ના કર્યું જેના કારણે તેને કાયદાને હાથમાં લીધો છે.

આજતક સાથે વાત કરવા દરમિયાન પ્રિયદર્શનીએ જણાવ્યું હતું કે, “સહાદત અલી જો સમાધાન કરશે નહિ તો હું તેની પોલ ખોલી નાખીશ. પોળ એવી રીતે ખોલીશ કે હું જયારે ઘરેથી નીકળું છું અને જ્યાં સુધી જાઉં છું ત્યાંના બધા જ સીસીટીવી, હોટલના, મેટ્રોના અને પોલીસ સ્ટેશન ખોલાવી દઈશ. કોર્ટ તેમની આંખોએ જોશે કે મારા ઉપર કેટલી વાર હુમલો કરવામાં આવ્યો છે.”

આ  પ્રિયદર્શનીએ પોલીસ ઉપર આરોપ મુકતા જણાવ્યું કે “હું યુપી પોલીસથી તંગ આવી ચુકી હતી. મારા ઉપર હુમલો કરવા વાળાને પોલીસ છોડી દેતી હતી. જે લોકો કહે છે કે મેં તેને ગંદી રીતે માર્યો તો ગુસ્સો પણ એક વસ્તુ હોય છે. હું 10 વર્ષથી વર્કઆઉટ કરી રહી છું. મારામાં તાકાત છે. હું ઇચ્છતી તો હું એને ઘૂસો મારતી. પરંતુ મેં આવું ના કર્યું. પોલીસના આવ્યા બાદ મેં તેને છોડી દીધો.

આ ઉપરાંત કેબ ડ્રાઈવરની કેબમાંથી પૈસા લેવાના આરોપમાં પ્રિયદર્શનીએ જણવ્યું હતું કે, “મેં લૂંટ નથી કરી. હું એવી છોકરી નથી. લખનઉ યુનિવર્સીટીમાં લેક્ચરર રહી ચુકી છું. અમને શીખવવામાં આવે છે કે ચોરી ના કરવી. આ એકદમ નિરાધાર અને ખોટી ધારા પોલીસે લગાવી છે. તેની કોઈ સાબિતી નથી.  મેં મારા બચાવમાં માર્યું હતું. તરત નહોતું માર્યું. પોલીસને બોલાવી, પરંતુ જયારે પોલીસ ના આવી ત્યારે મારે કાયદાને પોતાના હાથમાં લેવો પડ્યો.”