ખબર

થપ્પડ ગર્લ પ્રિયદર્શની સાથે રાખડી બંધાવાની ઓફરને લઈને કેબ ડ્રાઇવરે શું કહ્યું? આરતી ઉતારીને….

રસ્તા વચ્ચે એક કેબ ચાલક પર એક બાદ એક 22 થપ્પડ મારનાર પ્રિયદર્શની ફરી એકવાર ચર્ચામાં આવી છે. રક્ષાબંધનના અવસર પર થપ્પડ ગર્લ પ્રિયદર્શનીએ કેબ ડ્રાઇવર સઆદત અલી સાથે પોતાનો ઝઘડો પતાવવા માટે રાખડી બાંધવાની પહેલ કરી છે. પ્રિયદર્શનીએ તેના ઘરે સઆદત અલી માટે રાખડી અને મીઠાઇ ખરીદીને રાખી છે.

આ મામલો થોડા સમય માટે શાંત થયો હતો, પરંતુ હવે એકવાર ફરી તેની વાતો શરૂ થઇ ગઇ છે. હવે પ્રિયદર્શનીના રાખડી બાંધવા વાળી વાત પર કેબ ડ્રાઇવર સઆદત અલીએ જવાબ પણ આપ્યો છે. આજતકના રીપોર્ટ અનુસાર, પ્રિયદર્શનીએ દાવો કર્યો છે કે, તેણે તેના ઘરે સઆદત અલી માટે રાખડી અને મીઠાઇ ખરીદીને રાખી છે.

પ્રિયદર્શની અનુસાર, તેણે કેબ ડ્રાઇવરને આમંત્રણ મોકલ્યુ હતુ અને તેના માતા પિતા સાથે તે તેના ઘરે તેની રાહ જોઇ રહી છે. હવે આ બાબતે સઆદતે રાખડી બંધાવા માટે કે પ્રિયદર્શનીના ઘરે જવા માટે ના કહી દીધી છે. તેણે કહ્યુ કે, જે રીતે તેણે મારી આરતી ઉતારી છે, તેમ તો તે મારી બહેન નથી હોઇ શકતી, હું તેમને મારી બહેન નહિ બનાઉ. હું મારો કેસ લડીશ.

પ્રિયદર્શનીનું કહેવુ છે કે, સઆદત જો ઘરે આવશે તો તે તેનું સ્વાગત કરશે અને તેને રક્ષા સૂત્ર બાંધી એક નવા સંબંધની શરૂઆત કરશે. તમને જણાવી દઇએ કે, કૃષ્ણાનગરના અવધ ચાર રસ્તા પર 30 જુલાઇના રોજ રાત્રે પ્રિયદર્શનીએ કેબ ડ્રાઇવર સઆદત અલીની ખૂબ પિટાઇ કરી હતી. તેનો આરોપ હતો કે રેડ લાઇટ હોવા પર તે જયારે રસ્તો પાર કરી રહી હતી ત્યારે તેને કચડી નાખવાની કોશિશ કેબ ચાલકે કરી હતી.

આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ મામલે પોલિસે કેબ ડ્રાઇવર સઆદત અલી અને તેના બે ભાઇઓ સહિત પ્રિયદર્શની વિરૂદ્ધ શાંતિભંગના આરોપમાં કાર્યવાહી કરી હતી. જો કે, બાદમાં કેબ ચાલક પ્રિયદર્શની વિરૂદ્ધ લૂંટ, મારપીટ, ગાલી-ગલોચ, જાનથી મારી નાખવાની ધમકી અને તોડફોન કરવાની એફઆઇઆર દાખલ કરાવી હતી.