કેબ ડ્રાઈવર પહેલા પણ કેટલાય છોકરાઓને માર મારી ચુકી છે “થપ્પડબાજ ગર્લ”, પોતે જ કબૂલી આખી વાત

ફિલ્ટરમાં ક્યૂટ દેખાતી આ યુવતી ઘણાય છોકરાને ફટકારી ચુકી છે, જુઓ શું શું બોલી

સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહેતી લખનઉની થપ્પડ ગર્લને હવે કોઈ ઓળખાણની જરૂર નથી. તે સતત મીડિયાએ આપેલા નિવેદનોને લઈને ચર્ચામાં આવતી રહે છે. આ મામલામાં હવે પોલીસે પણ તેની પુછપરછ કરી હતી. પોલીસ દ્વારા થપ્પડ ગર્લ પ્રિયદર્શનીની ગઈ કાલે બે કલાક સુધી પુછપરછ ચાલી અને આ દરમિયાન તે ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કરતી જોવા મળી હતી.

આજ્તકના રિપોર્ટ પ્રમાણે પ્રિયદર્શનીએ જણાવ્યું હતું કે જયારે મારી નજીક કોઈ આવે છે તો પહેલા હું તેને ધક્કો મારુ છું, નહીં તો તેના બાદ હું થપ્પડ મારું છું. તેને એમ પણ જણવ્યું કે રોડ ઉપર ચાલતી વખતે તેને ઘણા લોકો પ્રતાડિત કરતા હતા. જેના કારણે તે પોતાની આસપાસની ઘટનાઓને લઈને ખુબ જ સચેત રહે છે.

તેને એમ પણ જણાવ્યું કે એક બાઈક સવારને તેને ખુબ જ માર્યો હતો. કેબ ડ્રાઈવરને તો મેં બહુ જ હાથ કન્ટ્રોલ કરીને માર્યો હતો. જેના કારણે કેબ ડ્રાઈવરને ફક્ત 22 થપ્પડ માર્યા હતા, નહિ તો 25 થપ્પડ મારતી. ધરપકડના સવાલ ઉપર તેને કહ્યું કે જો મારી ધરપકડ કરવામાં આવી હોત તો હું લાઈવ ટીવી ઉપર ના બેસતી. તો સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવાના સવાલ ઉપર પ્રિયદર્શનીએ જણાવ્યું કે જો આ બધું ચાલુ રહ્યું તો સાયબર સેલની મદદ લઈશ.

આ ઉપરાંત પ્રિયદર્શનીએ જણાવ્યું કે બાઇકવાળાને પણ મેં આવી જ રીતે માર્યો હતો. એક વ્યક્તિ દારૂ પીને આવ્યો હતો અને મને ટચ કરવા માંગતો હતો. મેં તેને થપ્પડ મારી અને ધક્કો માર્યો. કેબ ચાલકને તો બહુ હાથ કંટ્રોલ કરીને માર્યો. આર્મીના લોકો પણ અવધ ચાર રસ્તા ઉપર આવ્યા હતા અને ત્યારે મામલો શાંત થયો.

પ્રિયદર્શનીએ જણાવ્યું કે આર્મી વાળાએ મને રોકી. સારું કર્યું નહીતો હજુ વધારે બગડી શકતું હતું. 22થી 25 થપ્પડ થઇ શકતા હતા. ડ્રાઈવર જો આજે એક ડેવલપ દેશમાં હોતો તો આજે ટીવી ઉપર ના આવી શકતો, ઘરે બેઠો હોતો. કેબ ડ્ર્રાઈવરે મને પછી મારી, મારી મોબ લીચિંગ કરી છે.

પ્રિયદર્શની યાદવે જણાવ્યું કે મેં બાઈક સવારને 3 થપ્પડ માર્યા હતા. બાઈક વાળો મામલો અવધ ચાર રસ્તા ઉપર થયો હતો. તેમની ગેંગ ચાલે છે. એકને મારીશ તો બીજા આવી જશે. મને અમીર ક્લાસે બચાવી. મારુ મોબ લીચિંગ થઇ રહ્યું હતું. મારા શરીર ઉપર વાગ્યું છે. હું 10 વર્ષથી વર્કઆઉટ કરું છું. ઇચ્છતી તો મુક્કો પણ મારી શકતી હતી.

Niraj Patel